હાલમાં એક બાજુ જયારે કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજી બાજુ બિલાસપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક સાથે 13 લોકોએ મળીને મહુડાના દારૂમાં કફ સીરપ ભેળવીને પીધું હતું. જેમાં એક જ પરિવારના 8 લોકોનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં 5 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોનાને કારણે 13 લોકોએ ડોક્ટરની સલાહ લીધા વગર મહુડાના દારુમાં હોમિયોપેથિક કફ સિરપ ભેળવીને પીધું હતું. કફ સિરપ પીધા બાદ બધા ઘેર ગયા હતા અને થોડી જ વારમાં તેમને ઝાડા ઉલટી થવા લાગી હતી.
ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા અને ત્યારબાદ બીજા 4ના પણ મોત થયા હતા. જાણવા મળ્યું છે કે આ 8 સભ્યો એક જ પરિવારના હતા. મૃતકોમાંથી 4 લોકોના અંતિમ સંસ્કાર તો રાત્રે જ કરવામાં આવતા મામલો સંદિગ્ધ બન્યો છે. 5 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બિલાસપુરના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, હોમિયોપેથીક દવા મોતનું કારણ હોઈ શકે કારણ કે તે એક આલ્કોહોલિક છે. યુવાનોએ મહુડાના દારુની સાથે ડ્રોસેરા 30 નામની દવા લીધી હતી. આ દવામાં 91 ટકા આલ્કોહોલ હોય છે. હાલ મોતના બીજા કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.