Khambhaliya Fraud News: જામ ખંભાળિયામાં નકલી કાર પર એડિશનલ કલેક્ટર લખેલા બનાવટી બોર્ડ સાથે ઝડપાયેલા યુવકની આકરી પૂછતાછમાં (Khambhaliya Fraud News) અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,જેમાં આરોપી જીલ પંચમતિયાએ જામ ખંભાળિયામાં પોતે એડિશનલ કલેક્ટરની ઓળખ આપી તેજન રામાવત નામના યુવકને પોલીસ ભરતીમાં પાસ કરાવી દેવાની લાલચ આપી અને તેમના ભાઈને મિહિર ને એડી. કલેક્ટરના પી.એ. બનાવી દેવાની લાલચ આપી 32,200/ ખંખેરી લીધા હતા.
નકલી નેમ પ્લેટ પણ મળી આવી
તેમજ એમ.પી શાહ, કોલેજના નકલી એડિશનલ ડીન બની રાજકોટમાં અભ્યાસ કરતા યુવકને MBBSમાં એડમિશન આપવાની લાલચ આપી તેમજ નાર્કોટિક્સના કેસમાંથી બહાર કઢાવી દેવાની વાત કરી 48,22,600/ની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.
આરોપીની જીલ પંચમતિયાની કિયા કારમાંથી ગાંધીનગર પાસિંગની નંબર GJ18GB9669 પ્લેટ પણ મળી આવી છે,આરોપીની કિયા કારમાંથી રેવન્યુ કમિશનરની નકલી નેમ પ્લેટ પણ મળી આવી છે.કારમાંથી સાયરન અને લાઈટ મળી આવી છે.
નકલી નેમ પ્લેટ પણ મળી આવી
નકલી હોદ્દા ધારણ કરી ખોટા હોદ્દાનો દૂર ઉપયોગ કરનારા જીલ પંચમતિયા વિરુદ્ધ નવા બે ગુના નોંધાયા છે. પોલીસે વધુ તપાસ હાથધરી છે અને આ ગુનાના આરોપી પાસેથી વધુ અનેક નકલી મુદામાલનો પણ ભેદ પોલીસ ઉકેલી શકે છે,દ્વારકા પોલીસે એવા બે ગઠિયાની ધરપકડ કરી છે, જે પોતાની કાર પર તે એડિશનલ કલેક્ટરના બોર્ડ સાથે ફરી રહ્યાં હતાં. આ લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પોલીસની તપાસમાં આપી ના શકયા સંતોષકારક જવાબ
દ્વારકામાં પોલીસ ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે પોલીસને એક કાર શંકાસ્પદ લાગી હતી. જેના પર ‘એડિશનલ કલેક્ટર’નું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે કાર રોકીને પૂછપરછ કરી પરંતુ કારમાં બેઠેલા બંને લોકો સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા, જેથી પોલીસને તેમના પર વધારે શંકા ગઈ હતી. પોલીસે આ લોકો નકલી અધિકારી હોવાની જાણ થતા તેમની ધરપકડ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App