સુરત(ગુજરાત): સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital)માં એક આદિવાસી મહિલા(A tribal woman)ના પેટના અંડાશય(Ovary)માંથી 8 કિલોની અને ગર્ભાશય(Uterus)માંથી 3 કિલોની બે ગાંઠ સાથે 2 કિલો ચરબી કાઢવામાં આવી હતી. આની માટે તબીબો(Doctors)ને અઢી કલાકના ઓપરેશનમાં 13 કિલોના વજનમાંથી મહિલાને મુક્ત કરાવવામાં સફળતા હાથ લાગી છે.
ડો. ધ્વનિ દેસાઈના જણાવ્યા અનુસાર, આવી ગાંઠને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. એટલું જ નહીં, આ ગાંઠ 8-12 મહિનામાં જ આટલા કિલોની થઇ હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ઓપરેશનનો ખર્ચ 3.30 લાખ રૂપિયા જણાવતા પરિવારના હોંશ ઉડી ગયા હતા. ત્યારબાદ તેને સિવિલ લાવવામાં આવી હતી. જ્યાં એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન કરી મહિલાને દર્દમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં ડો. ધ્વનિ દેસાઈએ કહ્યું હતું કે, લલિતાબેન શંકરભાઇ વસાવાને સર્જરીમાંથી ગાયનેકમાં રીફર કરવામાં આવ્યા હતા. લાલીતાબેનના એમઆરઆઈ રિપોર્ટમાં એક નહીં પરંતુ બે ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. ડર માત્ર એનો જ હતો કે, પેટ ફુલેલું હોવાથી ગાંઠ કેન્સરની ના હોય. તપાસ દરમિયાન ગાંઠ નોર્મલ હોવાનું જાણવા મળતા સર્જરી અને ગાયનેકના સયુંક્ત ઓપરેશનમાં અંડાશયમાંથી 8 કિલોની મહાકાય અને ગર્ભાશયમાંથી 3 કિલોની ગાંઠ કાઢી ચરબી સહિત મહિલાને 13 કિલોના વજનમાંથી મુક્તિ મળી હતી.
વધુમાં તેને કહ્યું હતું કે, લગભગ 21 દિવસ બાદ લાલીતાબેનનું ઓપરેશન કર્યું હતું. લાલીતાબેનના બનેવી શંકરભાઇ સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે, તે કુંવારા છે અને એમને બીજી એક બહેન પણ છે. પિતાના મૃત્યુ પછી વિધવા માતાની આ બન્ને બહેનો એક માત્ર આર્થિક સહારો છે. લાલીતાબેન જયારે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એમના શરીરમાં લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. તેમને લગભગ 5 બોટલ લોહી ચઢવવાની ફરજ પડી હતી.
પીડિત લાલીતાબેનના બનેવીના જણાવ્યા અનુસાર, તેઓ ગોધરામાં રહે છે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પિતાના અવસાન પછી તમામ જવાબદારી મોટી બહેન લલીતા પર હતી. ઘણા સમયથી પેટનો દુખાવો અને ખોરાકનું પાચન ન થતું હોવાની ફરિયાદ હતી. તેથી સ્થાનિક ડોક્ટરોની દવા લઈ જીવન જીવી રહ્યા હતા. બે મહિના પહેલા અચાનક દુખાવો અસહ્ય થઇ પડતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ઓપરેશનના 3.30 લાખ કહેતા હોંશ ઉડી ગયા હતા. તેથી તેને સિવિલમાં લાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.