માત્ર 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 8ને હાર્ટ-એટેક: 22 વર્ષના યુવાનના બે દિવસ પછી લગ્ન હતા અને એટેક મોત, જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો…

Heart-attack in Saurashtra: હાલમાં અચાનક હ્રદય બંધ પડી જવાના કારણે કેટલાય લોકોના મોત થઇ રહ્યા છે,કાળમુખા હાર્ટઍટેકાએ(Heart-attack in Saurashtra) કેટલાય પરિવારોની ખુશી છીનવી લીધી છે ત્યારે સુરાષ્ટ્રમાંથી હ્રદય બંધ પડી જવાના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. રાજકોટના સોલંકી પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. જ્યાં દીકરાના લગ્નના ઢોલ વાગવાના હતા, તેને બદલે તેના જ મોતના મરસિયા ગાવા પડ્યા. દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ વરરાજાના મોતના સમાચાર આવ્યા.

લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો
રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્દય બંધ પડી જતા મોત નિપજ્યું છે. રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. પોપટપરા રહેતા અને કારખાનામાં કામ કરતા અજય સોલંકી નામના યુવક લગ્નની તૈયારીઓ વચ્ચે પોતાના ઘરે અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો પણ તબીબો બચાવી ન શક્યા. અજય સોલંકીના શનિવારે લગ્ન લેવાયા હતા. આ માટે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. પંરતુ લગ્નના બે દિવસ પહેલા જ લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

લગ્ન ગીત ગાવાના બદલે મરસીયા ગાવામાં આવ્યા
આ જાણીને જ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. દીકરાના લગ્નના એક દિવસ પહેલા જ દીકરાનું મોત નિપજ્યુ હતું. સોલંકી પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું. પરિવારે લગ્નના પ્રસંગમાં દીકરો જ ગુમાવ્યો હતો, પરિવારનો આનંદનો ઉત્સવ ગાયબ થઈ ગયો હતો. જ્યાં દીકરાના લગ્નની શરણાઈઓ વાગવાની હતી, ત્યાં જ તેની અર્થી ઉઠી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.

રાજકોટમાં હાર્ટ-એટેકથી 43 વર્ષીય મહિલાનું મોત
ગઈકાલે રાજકોટમાં 2 યુવાન સહિત 4 લોકોનાં મોત નીપજ્યાં બાદ આજે પણ હાર્ટ-એટેક જીવલેણ બન્યો હોય એમ લોહાનગરમાં 43 વર્ષીય મહિલાનું હૃદય બેસી જતાં મોત નીપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ લોહાનગર જીઆઈડીસીમાં રહેતાં 43 વર્ષીય સોનલબેન મનોજભાઈ ડેકિવાડિયા ગત રાત્રિના પોતાના ઘરે હતાં ત્યારે 11 વાગ્યે અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયાં હતાં.