આહીર પરિવારના 8 સભ્યો પોઈચા નર્મદા નદીમાં નહાવા જતા ડૂબ્યા, જાણો LIVE અપડેટ્સ

Poicha Narmada: હાલમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે,ત્યારે લોકો અવારનવાર ફરવા જતા હોય છે. તેમજ આવી કાળઝાળ ગરમીમાં નદીકિનારે અથવા દરિયાકિનારે ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજેરોજ ચાંણોદ પાસે પોઇચા ખાતે આવેલી નર્મદા નદીમાં(Poicha Narmada) નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની વિગતો સામી આવી છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે.

8 લોકો પાણીમાં ડૂબ્યા
સુરતમાં રહેતો પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક નાવિકો પણ નદીમાં કૂદ્યા હતા. સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોમાંથી એક વ્યક્તિને બચાવી લીધો હોવાનું સામે અવાયું છે.આ સાથે જ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો આ લોકોના રેસ્ક્યૂ માટે પોઇચા પહોંચ્યા છે. તેમજ હાલ નર્મદા નદીમાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

એક વ્યક્તિનો આબાદ બચાવ
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને આઠ જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સ્થાનિકોએ એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બાકીના અન્ય લોકોની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.

આઠ લોકોમાં ત્રણ કિશોરો પણ સામેલ
આ કરૂણ દુર્ઘટનામાં ત્રણ કિશોરો 15થી 17 વર્ષના હોવાનું સામે આવ્યુ છે. આ લોકોની સાથે આવેલા પરિવારના અન્ય લોકોમાં આક્રંદ છવાઇ ગયો છે. હાલ સ્થાનિકોની સાથે રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરોની વિવિધ ટીમ ડૂબેલા લોકોને શોધી રહ્યા છે.

દાંડી દરિયાકાંઠે નાહવા ગયેલા લોકોમાં 4 મોતને ભેટ્યા
આ અગાઉ હજુ રવિવારના દિવસે દાંડી દરિયાકાંઠે ફરવા ગયેલા પરિવારમાં 7 લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.જેમાંથી 3 લોકને બચાવી લેવામાં આવ્યા હતા.જયારે 4 લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.