MadhyaPradesh Accident: મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત (MadhyaPradesh Accident) થયા છે. જણાવી દઇએ કે, આજે સોમવારે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ ઘટના સિદ્ધિ-બહરી રોડ પર ઉપની ગામ નજીકના પેચ્રોલ પંપ પાસે બની હતી. પોલીસે આ અંગે વિગતવાર માહિતી આપી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતની વિગતો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ભયંકર અકસ્માતમાં એક એસયુવી, જેમાં એક પરિવારના સભ્યો મૈહર તરફ જઈ રહ્યા હતા, તેની સામે સીધીથી બહરી તરફ જઈ રહેલા ટ્રક સાથે સામસામે ટક્કર થઈ. નાયબ પોલીસ અધિક્ષક ગાયત્રી તિવારીએ મીડિયાને જણાવ્યું કે, “આ ટક્કર એટલી ભયાનક હતી કે એસયુવીમાં મુસાફરી કરી રહેલા 8 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માતમાં કુલ 14 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને રેવા જિલ્લાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
બાકીના ઘાયલોને સીધી જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.” તેમણે વધુમાં કહ્યું કે ટ્રક ચાલકને હાલ કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાકીદે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. રાત્રિના સમયે થયેલા આ અકસ્માતમાં બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી, જેના કારણે ઘાયલોને સમયસર સારવાર મળી શકી. જોકે, 8લોકોના જીવ બચાવી શકાયા નહીં.
મુખ્યમંત્રીની સંવેદના અને સહાયની જાહેરાત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, “સીધી જિલ્લાના ઉપની ગામ નજીક રાત્રે થયેલા આ ભયંકર અકસ્માતના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. મૈહર માતાના દર્શન માટે જઈ રહેલા મુસાફરોનું આ રીતે અકાળે મૃત્યુ થવું હૃદયને હચમચાવી દેનારું છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘટના બાદ જિલ્લા અને પોલીસ વહીવટીતંત્રના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી અને ગંભીર ઘાયલોને રેવા રિફર કર્યા.”
CM યાદવે આગળ જણાવ્યું કે, “આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મુખ્યમંત્રીના વિવેકાધીન ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવાની સૂચના જારી કરવામાં આવી છે. હું ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું કે મૃતકોના આત્માને શાંતિ અને તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના છે. ઓમ શાંતિ.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App