Haryana Accident: હરિયાણાના કૈથલ જિલ્લામાં એક અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સામે આવતી વિગતો અનુસાર એક પરિવાર પૂજા માટે કારમાં મંદિર જઈ રહ્યો હતો. ત્યારે દશેરાના દિવસે કાર (Haryana Accident) મુન્દ્રી કેનાલમાં પડી હતી. જેના કારણે દેગ ગામમાં રહેતા લોકોના મોત થયા કમકમાટીભર્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું તેમજ આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસની ટિમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 15 વર્ષની બાળકીના મૃતદેહની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં મૃતદેહ બહાર કાઢવામાં આવશે. કાર ચલાવી રહેલા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જેમને કુંડલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એક જ પરિવારના નવ લોકો ગુહાના ગામમાં ગુરુ રવિદાસ મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા.
સ્થાનિકો દોડી આવ્યા
માહિતી અનુસાર જેવી જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અત્યાર સુધી કારમાં હાજર તમામ લોકો જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબરની જાણ થઇ કે મૃતકો ઝઝ્ઝરના રહેવાશી છે.
મૃત્યુ પામેલાઓમાં 3 મહિલાઓ
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યાનુસાર, કાર ચાલકની સ્પીડ વધુ હતી અને જેના લીધે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવી દીધો હતો અને કાર નહેરમાં ખાબકી હતી. લોકોએ દોરડા અને અન્ય સાધનો વડે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાર નહેરમાંથી બહાર આવી ત્યારે તેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. કારમાં એક જ પરિવારના 7 લોકો સામેલ હોવાની ચર્ચા છે. મૃતકોમાં અત્યાર સુધી 3 બાળક, ત્રણ મહિલા અને એક ડ્રાઈવર સામેલ છે.
મેળામાં જતા હતા કાળ ભરખી ગયો!
કેથલના ડીએસપી લલિત કુમારે જણાવ્યું કે, ‘પીડિત પરિવારના લોકો મેળામાં જવા નીકળ્યા હતા. ત્યારે કાર મુંદરી નજીક નહેરમાં ખાબકી ગઇ હતી. મૃતકોની ઓળખ કાજલ, ફીઝા, રિયા, વંદના, પરમજીત, તિજો અને ચમેલી તરીકે થઇ હતી. આ તમામ લોકો ડીંગ ગામના રહેવાશી હોવાની જાણકારી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App