અલપ્પુઝા: કેરળના અલાપ્પુઝા જિલ્લામાં બુધવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરનું મોત નીપજ્યું હતું. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ચેરથાલા નજીકના નાગમકુલંગરા વિસ્તારમાં આરએસએસ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) વચ્ચેની અથડામણમાં સંઘના કાર્યકર નંદુનું મોત નીપજ્યું હતું. એસડીપીઆઈ ઇસ્લામિક સંગઠન પીએફઆઈનું રાજકીય એકમ છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ રાહુલ કૃષ્ણ ઉર્ફે નંદુ છે, જે વયાલારનો વતની છે.
પોલીસે જણાવ્યું હતું કે આ અથડામણમાં બીજા ઘણા લોકો પણ ઘાયલ થયા છે. કેરળ ભાજપ પ્રમુખ કે સુરેન્દ્રને આરએસએસ કાર્યકરના મોતની નિંદા કરી હતી અને પીએફઆઈને આ માટે દોષી ઠેરવ્યુ હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના કાર્યકર, નંદુ આર કૃષ્ણાની હત્યાના મામલે પોલીસે બુધવારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઈ) ના આઠ કાર્યકરોની ધરપકડ કરી છે.
ચેરથાલા પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરનારાઓમાં સુનીર, યાસીર, અબ્દુલ ખાદર, મોહમ્મદ અનાઝ, અનિલ, રિયાઝ, નિશાદ અને શબુદીન છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા તમામ આઠ એસડીપીઆઈ કાર્યકરો છે.
બુધવારે રાત્રે જિલ્લામાં એક અથડામણ દરમિયાન એસડીપીઆઈ સભ્યો દ્વારા કથિત રૂપે આરએસએસના એક કાર્યકરની હત્યા કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને અન્ય સંગઠનોએ કેરળના અલાપ્પુઝા જિલ્લામાં 12 કલાકના બંધનું આહવાન કર્યું છે.
ભાજપના જિલ્લા પ્રમુખ એમ.વી.ગોપકુમારે જણાવ્યું હતું કે, ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનોએ આ ઘટનાના વિરોધમાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી અલાપ્પુઝા જિલ્લામાં હડતાલની હાકલ કરી છે. ગઈકાલે રાત્રે વાયલારના ચેરથાલામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ એસ.ડી.પી.આઈ.ના સભ્યો દ્વારા નંદુની હત્યા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle