બાળકો માટે જીવલેણ ‘મોબાઈલ’ -ભૂતનું પિચ્ચર જોઈ આઠ વર્ષના બાળકે ગાળામાં દોરડું બાંધી…

મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં રહેતા 8 વર્ષના બાળકના આપઘાતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. માસૂમને મોબાઈલ ફોન(Mobile phone) પર હોરર ફિલ્મો(Horror movie) જોવાનો શોખ હતો. આપઘાત કરતા પહેલા, તેણે એક હોરર ફિલ્મ જોઈ અને રમતિયાળ રીતે ઢીંગલીને પહેલા ફાંસી આપી. બાદમાં પોતે પણ ગળામાં દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, 8 વર્ષનો માસૂમ કમલ ખેમ સઈદ તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે પુણે નજીક પિંપરી ચિંચવડ વિસ્તારના થેરગાંવ પરિસરમાં રહેતો હતો. બપોરે તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. ભાઈ-બહેન અભ્યાસમાં વ્યસ્ત હતા. તે રૂમમાં એકલો જ મોબાઈલ પર ઈંગ્લિશ હોરર ફિલ્મ જોઈ રહ્યો હતો, થોડા સમય પછી તે તેની બહેનની ઢીંગલી સાથે રમવા લાગ્યો.

આ દરમિયાન તેણે ઢીંગલીના ચહેરાને કાળા કપડાથી લપેટીને તેને એ જ રીતે ક્રૂસ પર ચડાવ્યું જે રીતે તેણે અંગ્રેજી ફિલ્મમાં જોયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું કર્યા પછી કમલને ખબર પડી કે તેની હરકતોથી ઢીંગલી તેને દુનિયામાં એકલી છોડીને ભગવાન પાસે ગઈ. તરત જ કમલે તેના ગળામાં બારીમાંથી ફાંસીનું દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો.

શ્વાસ રૂંધાવાથી મૃત્યુ:
ટૂંકા દોરડાને કારણે તેનો પગ જમીન સુધી ન પહોંચ્યો અને બાળકનું શ્વાસ રૂંધાવાને કારણે ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. એક માસૂમ બાળકનો આ રીતે જીવ ગુમાવવો ખરેખર ચોંકાવનારો છે.

મૃત બાળકની માતા:
થોડીવાર સુધી કોઈને કંઈ ખબર ન પડી. પોતાનું કામ પૂરું કર્યા પછી જ્યારે માતાએ તેના જીગરના ટુકડાને દોરડાથી લટકતો જોયો તો તેણે પુત્રને કહ્યું કે, આવી ડરામણી વાત ન કર. આટલું કહીને તે ગભરાઈને તેની પાસે ગઈ, ત્યાં સુધીમાં કમલનો શ્વાસ થંભી ગયો હતો. આ અંગે પાડોશીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

તપાસ અધિકારી સત્યવાન માનેએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કમલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો. કેસની તપાસ ચાલી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કમલે આ ઘટના હોરર ફિલ્મ જોયા બાદ કરી છે. અમારી સલાહ છે કે દરેક માતા-પિતાએ તેમના બાળકોથી ફોન દૂર રાખવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *