ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરુ થાય તે પહેલા 80 લાખના ઘાતક હથીયારો ઝડપાયા- આરોપીઓનો ધર્મ જાણશો તો નફરત થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

મુસ્તાક બ્લોચ, વાહીદખાન પઠાણ, જાવેદખાન પઠાણ, ઈમરાન ખાન પઠાણ, નઈમખાન પઠાણ, કાવા ભાઈ સંધિ, અમીર ઉર્ફે કાળું મુસ્લિમ, રાજુ ઉર્ફે ડિમ્પલ યાદવ, વસીમ ઉર્ફે બાપુડી દિવાનને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓના નામ સામે આવ્યા છે.

પોલીસે રૂપિયા 80 લાખની આસપાસના હથિયારો જપ્ત કર્યા. ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે જ્યારે મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે. ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી કુલ 9 આરોપીઓની અટકાયત તેમજ 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે. જેમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલા હથિયારોની કિંમત 80 લાખની આસપાસ છે.

ગુજરાતના અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચ ખુબ જ ધ્યાન રાખીને હથિયાર પકડતી હોય છે. મોટા ભાગે અમદાવાદના જુહાપુરા, ગોમતીપુર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાંથી હથિયાર મળી આવતા હોય છે. આ વખતે કોરોનાની મહામારીને લઈને રથયાત્રા યોજાશે કે નહીં તે પણ હજુ નક્કી નથી. તેમ છતાં પોલીસ રથયાત્રા પહેલાથી જ હથિયાર પકડવા માટે ત્યાર થઈ ગઈ છે. પોલીસ રથયાત્રા પહેલા હથિયારોની હેરાફેરી પર ખાસ વોચ રાખતી હોય છે. આ વખતે પણ વોચ રાખી ત્રણેક જેટલા વ્યક્તિ પાસેથી પીસ્ટલ, કારતુસ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આ વખતે રથયાત્રા નીકળે કે ન નીકળે પણ હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.

18 જુન એટલે કે, બે દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે દેશી બનાવટની રિવોલ્વર અને 3 કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. નારોલ સર્કલ પાસેથી આમીર પઠાણ નામના વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. જેની પૂછપરછમાં રિવોલ્વર તેમના મિત્રો સુલતાન અને સમીરને રાખવા માટે ઘરે આપી હોવાની આરોપીએ કબુલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *