સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પાસે પકડાઈ લાખોની સંપત્તિ- જાણો વિગતે

ગુજરાતની સરકાર ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાતું કરે છે, પણ સરકારની આ વાત ખોટી સાબિત થઇ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે, અવારનવાર 20,…

ગુજરાતની સરકાર ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાતું કરે છે, પણ સરકારની આ વાત ખોટી સાબિત થઇ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે, અવારનવાર 20, 30 અથવા 50 હજાર રૂપિયાના પગારદાર સરકારી અધિકારીઓ 10 કે 15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ જતાં હોય છે અને જ્યારે આ અધિકારીઓની સંપતિની ચકાસણી કરવામાં આવે છે ત્યારે તેઓની સંપતિ તેમની આવક કરતા 100-200 ગણી વધારે હોય છે. આ વાત પરથી જ જણાઈ આવે છે કે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ના સરકારના દાવાઓ ખોટા સાબિત થયા છે. વિરમગામના માંડલ ગામમાં 25 હજાર રૂપિયાના પગારદાર કોન્સ્ટેબલની રિશવત લેવા બદલ ધરપકડ કરી તેની સંપતિની ચકાસણી કરતા ACBના અધિકારીઓ પણ આચ્વર્ય પામી ગયા હતા કારણ કે, કોન્સ્ટેબલની પાસે તેની આવકના કરતા 129% વધારે સંપતિ  દેખાય આવીહતી.

જાણકારી અનુસાર LCBમાં કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા જગદીશ ચાવડા નામના કોન્સ્ટેબલ તેનો સાથી દશરથ ઠાકોરની સાથે વિરમગામના માંડલ ગામમાં મટકા અને જુગારનો ધંધો ચલાવતા કૌશિક ઠાકોરના ઘરે ગયો હતો. હાલમાં તો કૌશિક ઠાકોરે મટકા અને જુગારનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં પણ તેની પાસેથી કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે સમાધાન કરવા માટે 40,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આ સમગ્ર મામલે કૌશિક ઠાકોરે ACBને માહિતી આપતા ACBએ જ છટકું ગોઠવીને કોન્સ્ટેબલ જગદીશ ચાવડાને લાંચ લેતા પકડી પાડ્યો હતો.

કોન્સ્ટેબલ જગદીશ ચાવડાને પકડીને તેની સામે ફરિયાદ દાખલ કરીને ACBએ જગદીશ ચાવડાની સંપતિની ચકાસણી શરૂ કરી હતી. તે વખતે જાણવા મળ્યું હતું કે, 1 એપ્રિલ 2012-8 જૂન 2020 સુધીના સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલે તેની આવકના કરતા 129.21% વધારે સંપતિ વસાવી છે. આ સંપતિમાં કોન્સ્ટેબલની પત્નીના નામે જીપ કમ્પાસ, વેરના કારની ખરીદી કરી છે. બંને કારની કિંમત અંદાજે 34 લાખ રૂપિયા થાય છે. આની ઉપરાંત વેજલપુર વિસ્તારમાં આવેલ બાજીગર સોસાયટીમાં 26 લાખના એક ટેનામેન્ટ અને મોરૈયામાં આવેલ કેસર સિટીમાં 8 લાખના એક ફ્લેટની ખરીદી પણ કરી છે.

ACBએ કોન્સ્ટેબલના બેંક એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયા રોકડા અને બીજા બેંક એકાઉન્ટમાંથી પત્ની અને પુત્રના નામની 22 લાખની FD મળી આવી હતી. ACBની 15 દિવસની પુછપરછમાં આટલા ખુલાસા થયા છે. ACBએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, કોન્સ્ટેબલે આ તમામ સંપતિ વસાવવા માટે 8 વર્ષમાં જુદા-જુદા બેંક ખાતામાં કુલ 83.42 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જયારે સંપતિ બાબતે કોન્સ્ટેબલની ACBના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે કોન્સ્ટેબલ જગદીશ ચાવડા કોઈ જવાબ આપી શક્યો ન હતો. એટલા માટે તેની વિરુદ્ધ બેનામી સંપતિની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *