Grandma Makeup Video: કહેવાય છે કે ઉંમર માત્ર એ એક આંકડો છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ તે દિલથી તો યુવાનો જ હોય છે. જો માણસ વધતી ઉંમર (Grandma Makeup Video) સાથે વધારે પડતો તણાવ લેવા માંડે, પોતાની જાતને એકદમ સીરિયસ બનાવી લે, દુનિયામાં નાની નાની ખુશીઓને જીવવાનું બંધ કરી દે તો તે જીવતો હોવા છતાં મૃત સમાન છે.
આ સમગ્ર વાતની સાબિતી આપતો વિડિયો વાયરલ થયો છે. આ મહિલા હોસ્પિટલમાં બેડ પર બીમાર હાલતમાં પડી છે તેના નાકમાં નળી લગાવેલી છે. તેની ચામડી જોઈને ખબર પડે છે કે તેની ઉંમર ખૂબ વધારે છે. એવી સ્થિતિમાં પણ તે મેકઅપ કરી રહી છે. જે બીજી મહિલાઓ માટે એક ઉમદા ઉદાહરણ છે.
સોશિયલ મીડિયા એક્સ પર હાલમાં જ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા હોસ્પિટલના પલંગ પર સુતી સુતી મેકઅપ કરતી દેખાઈ રહી છે. મહિલાએ જે ચાદર ઓઢી છે તેના પર સેન્ટર એન્ટોનિયો લખેલું છે. અમે તેનું google સર્ચ કર્યું તો જણાવ્યું કે પોર્ટુગલમાં આવેલ એક હોસ્પિટલ છે. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા હોસ્પિટલમાં સૂતી સુતી મેકઅપ કરી રહી છે.
उम्र मैटर नहीं करती है
आपका मन मैटर करता है
आपके मन पर है कि आप किसी भी स्थिति में सकारात्मक रहो ❤️🙏 pic.twitter.com/Sn0tWf7aQU— लाडो ❤️ (@BaissaRathore1) January 2, 2025
હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાએ મેકઅપ કર્યો
પોસ્ટ કરનારે વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે ઉંમરથી કોઈ ફરક નથી પડતો. વીડિયોને અત્યાર સુધી લગભગ 50000થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. તેમજ ઘણા લોકો તેને લાઈક પણ કરી ચૂક્યા છે. વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પોતાના પ્રતિસાદ આપ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે ઉંમર ફક્ત એક આંકડો છે. બીજા વ્યક્તિએ લખ્યું કે કેવા કેવા લોકો છે ભાઈ. અન્યાય યુઝર લેખે છે કે ખૂબ સુંદર અને ઊંડી વાત કહી તમે! ઉંમર તો માત્ર એક સંખ્યા છે પરંતુ મનની અવસ્થા જ જીવન જીવવાની રીતને નક્કી કરે છે. જો મન હકારાત્મક છે તો દરેક પરિસ્થિતિમાં માણસ ખુશ અને સફળ રહી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App