સુરતમાં લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં આવેલી આયુષ હોસ્પિટલના ICUના કોરોના વોર્ડમાં રવિવારે રાતે 11.40 કલાકની આસપાસ પાંચમા માળે ACમાં બ્લાસ્ટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 15 જેટલા કોરોના દર્દીને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. જેમાં 1 દર્દીનું મૃત્યુ થયુ છે. મૃતક દર્દી કોરોનાની સારવાર હેઠળ હતા. જયારે 3 દર્દીની હાલત ગંભીર છે. જયારે અન્ય દર્દીઓનું રેસ્ક્યૂ કરીને સ્મીમેર અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 82 લોકોના મોત અને 110 ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇરાકીની રાજધાની બગદાદમાં શનિવારે મોડી રાત્રે કોરોના વાયરસથી દર્દીઓની સારવાર આપવામાં આવતી હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં લાગેલી આગને કારણે 82 લોકોનાં મોત નીપજ્યાં છે અને 110 અન્ય ઘાયલ થયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગ્નિશામકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને દર્દીઓને ‘ઇબન અલ-ખાતીબ હોસ્પિટલ’ માંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ હોસ્પિટલના આઈસીયુમાં કોવિડ-19 ના ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે હાજર રહેલા ડો.સાબા અલ કુજાઈએ કહ્યું હતું કે, મને ખબર નથી કે, કેટલા લોકોના મોત થયા છે, હોસ્પિટલમાં ઘણી જગ્યાએ સળગેલા મૃતદેહો જોવા મળી રહ્યા છે.
Anxious relatives are searching for those missing after a blaze set off by an exploding oxygen cylinder killed 82 in a Baghdad coronavirus ward. The blaze described by a nurse as “volcanoes of fire” swept through the hospital’s ICU unit. By @samya_kullab https://t.co/coimT3dGpU
— AP Middle East (@APMiddleEast) April 25, 2021
ઇરાકના આંતરિક સુરક્ષા મંત્રાલયે કહ્યું કે, ઓછામાં ઓછા 110 લોકો ઘાયલ થયા, ઉપરાંત 82 લોકો આગની ચપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન વડા પ્રધાન મુસ્તફા અલ કાદિમીએ બગદાદ આરોગ્ય વિભાગમાં અલ-રુસાફા ક્ષેત્ર માટે નિયુક્ત નિયામકશ્રીને દૂર કરી દીધા છે.
તેમણે હોસ્પિટલના ડિરેક્ટરને પણ તેમના પદ પરથી હટાવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનના અનુસાર, આગની ઘટના બાદ વડા પ્રધાને બગદાદ ઓપરેશન કમાન્ડમાં તાકીદની બેઠક બોલાવી હતી, જેમાં ઈરાકી સુરક્ષા અધિકારીઓએ સંકલન કર્યું હતું. બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે, આ બેદરકારીને કારણે થયું છે. તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં બેદરકારી એ ભૂલ નહીં પણ ગુનો હોઈ શકે છે જેના માટે તમામ પક્ષ જવાબદાર છે.
વડા પ્રધાને અધિકારીઓને 24 કલાકમાં આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ઇરાકમાં સંયુક્ત રાષ્ટ્રના દૂત જેનિન હેનિસ પ્લેસકાર્ટે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને હોસ્પિટલોમાં વધુ સુરક્ષા પગલાં ભરવાની હાકલ કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલના ઓછામાં ઓછા એક ઓક્સિજન સિલિન્ડરના વિસ્ફોટને કારણે આગ શરૂ થઈ હતી. ઇરાકમાં કોવિડ-19 ના રોજ 8000 થી વધુ નવા કેસ નોંધાયા છે. સરકાર લોકોને રસી અપાવવા વિનંતી કરી રહી છે પરંતુ દેશની નબળી આરોગ્ય પ્રણાલી અને રસીઓમાં વિશ્વાસના અભાવે લોકો આગળ આવી રહ્યા નથી.
આ ઘટના બાદ બગદાદના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. લોકોએ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સાધનો ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.