કેળા ભરેલા ટ્રકમાં ઝડપાયો ‘888 કિલો ગાંજો’ – 94 લાખનો ગાંજો લઇ જવા એવું મગજ દોડાવ્યું કે…

ગ્વાલિયર(Gwalior): ક્રાઈમ બ્રાંચ(Crime Branch) અને ઝાંસી રોડ(Jhansi Road) પોલીસ સ્ટેશનને બુધવારે મધરાતે ગાંજા (Cannabis)ના મોટા કન્સાઈનમેન્ટને પકડવામાં સફળતા મળી છે. મળેલી માહિતી અનુસાર, પોલીસને વિકી ફેક્ટરી(Wiki Factory) પાસે પાર્ક કરેલા કેળાથી ભરેલા ટ્રકમાંથી 888 ક્વિન્ટલ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે જપ્ત કરેલ ટ્રક સહિત ગાંજાની કિંમત અંદાજે 94 લાખ જેટલી આંકી છે. પોલીસે ગાંજાની સાથે રાજેશ, જસરામ જાટવ અને રામધર તોમર આ તમામ આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેઓ હૈદરાબાદ (Hyderabad)થી ગાંજાને કેળાની વચ્ચે છુપાવીને લાવી રહ્યા હતા, તેને આગ્રા (Agra)માં છોડવાનો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ(Narcotics Act) હેઠળ ગુનો નોંધ્યો છે.

નશીલા પદાર્થોની સામે IG અનિલ શર્મા અને SSP અમિત સાંઘીએ ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ ડ્રગ સ્મગલરોને પકડવા માટે એક તટસ્થ યોજના બનાવી છે. બુધવારે રાત્રે એસએસપીને માહિતી મળી હતી કે, હૈદરાબાદથી ગાંજાની મોટી ખેપ આગ્રા લઈ જવામાં આવી રહી છે. કેળાની વચ્ચે મોટી માત્રામાં ગાંજા સંતાડીને રાખવામાં આવે છે. આ ટ્રક વિકી ફેક્ટરી પાસે પાર્ક કરેલો છે. એએસપી ક્રાઈમ રાજેશ દંડૌતિયાને ગાંજો પકડવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

એએસપી ક્રાઈમે ગાંજાને પકડવા માટે ડીએસપી, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ઝાંસી રોડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના નેતૃત્વમાં એક ટીમની રચના કરી હતી. શિવપુરી લિંક રોડ, ફોરેસ્ટ ડેપો પાસે વિકી ફેક્ટરી ચોકડી સામે એક ટ્રક ઉભો જોવા મળ્યો હતો. પોલીસ ટીમે ટ્રક ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ટ્રકમાં બેઠેલા જોયા હતા. પોલીસની ટીમ દ્વારા ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી 37 પ્લાસ્ટિકની બોરીઓ મળી આવી હતી, જે ખોલતાં તેમાં ગાંજો ભરેલો મળી આવ્યો હતો. બોરીઓનું વજન કરતાં, 24-24 કિલોની પ્રત્યેક બોરીમાં કુલ 888 કિલો ગાંજા મળી આવ્યો હતો. જેની કિંમત લગભગ એક કરોડ રૂપિયા હતી, જે યોગ્ય રીતે જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી કેળા ભરેલી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે.

ગાંજા લાવવા અને વેચવાના મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે કેળાની ટ્રકમાં ગાંજાની બોરીઓ ભરીને હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)થી આગ્રા જઈ રહ્યો હતો અને જેથી કોઈને શંકા ન જાય. તે કેળાથી ભરેલો હતો. ગાંજાની બોરીઓ ટ્રકમાં કેળાની વચ્ચે સંતાડી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *