હોડી પલટી મારતા 89 લોકોના મોત, 9નું રેસ્ક્યુ કરાયું; સમગ્ર ઘટના જાણી હૃદય કંપી જશે

Migrants Drowned into Sea: આફ્રિકન દેશ મોરિટાનિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસી માછીમારોથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા છે. નૌકાદળના કર્મચારીઓએ તમામ 89 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. 5 વર્ષની બાળકી સહિત નવ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 6 દિવસ પહેલા લગભગ 170 લોકો માછલી પકડવા માટે બોટમાં(Migrants Drowned into Sea) બેસીને દરિયામાં ગયા હતા.

89 લોકોના ડૂબી જવાથી મોત
તેઓ સેનેગલ-ગેમ્બિયા સરહદ દ્વારા યુરોપ જઈ રહ્યા હતા, પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં વમળમાં ફસાઈ ગયા. તેમની બોટ બીચથી લગભગ 4 કિલોમીટર દૂર ફસાઈ ગઈ હતી. ખતરાના સંકેત મળતા જ નેવીના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,

પરંતુ ત્યાં સુધીમાં 89 લોકોના ડૂબી જવાથી મોત થઈ ચૂક્યા હતા. બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 70 થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે, જેમના માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.

યમન અને અફઘાનિસ્તાનમાં પણ અકસ્માત
તમને જણાવી દઈએ કે આ પહેલા યમન અને અફઘાનિસ્તાનમાં આવી બે મોટી દુર્ઘટના થઈ ચૂકી છે. યમનના એડન શહેર નજીક દરિયાકિનારે બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45 થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 140 લોકો ગુમ થયા હતા, જેમના ઠેકાણા આજદિન સુધી મળ્યા નથી. અકસ્માતનો ભોગ બનેલા લોકો હોર્ન ઓફ આફ્રિકાના હતા અને તેઓ લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વમળમાં ફસાઈ ગયા હતા.

નદી પાર કરતી વખતે બોટ પલટી અને ડૂબી
તમને જણાવી દઈએ કે મોટાભાગે પરપ્રાંતિય મજૂરો સારા કામની શોધમાં સાઉદી અરેબિયા પહોંચવા માટે પૂર્વીય રૂટ પર મુસાફરી કરે છે. તેઓ યમનમાં લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ વમળમાં ફસાઈ જાય છે અને કાં તો ડૂબીને અથવા ભૂખ અને તરસથી મૃત્યુ પામે છે. યમનમાં દુર્ઘટના પહેલા અફઘાનિસ્તાનમાં મોટી દુર્ઘટના થઈ હતી. અહીં નદી પાર કરતી વખતે બોટ પલટી અને ડૂબી ગઈ. આ અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા.