લોન આપતી કંપનીનું ૯.૫ કરોડનું સોનું બુચ મારી ગયો શખ્સ, જુઓ કેવી રીતે ઝડપાયો આ માસ્ટર માઈન્ડ

હાલમાં જ આગ્રાના (Agra) કમલા નગરમાંથી ચોરીનો (Theft) મામલો સામે આવ્યો છે. આગ્રાના કમલા નગર(Kamala Nagar) સ્થિત મણપ્પુરમ ગોલ્ડ લોન(Manappuram Gold Loan) કંપનીની(Company) બ્રાન્ચમાં 19 કિલો સોનું(Gold) લૂંટવાના માસ્ટરમાઇન્ડ (Mastermind) નરેન્દ્ર ઉર્ફે લાલાની પશ્ચિમ બંગાળના(West Bengal) દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 17 જુલાઈ 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ચોરી કરનારનો ભાઈ અરુણ અને તેની માતા રાજકુમારી પણ ઝડપાઈ ગયા છે. બંને પર 25-25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બદમાશ નરેન્દ્ર ઉર્ફે લાલાએ ગોલ્ડ લોન કંપનીમાં લૂંટ કર્યા બાદ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ભાડે મકાન લીધું હતું. તેણે લોકોથી પોતાની ઓળખ પણ છૂપાવી રાખી હતી. તેનો ભાઈ અને માતા પણ તેને બહારથી આવેલો છે તેવું જણાવતા હતા. તે આરોપીએ કરિયાણાની દુકાન પણ ખોલી. તેણે તેની આસપાસના લોકોને તેનું અસલી નામ શું છે તે જાણવા ન દીધું. તે સાડા ચાર કિલોગ્રામ સોનાના દાગીના સાથે આઠ મહિનાથી ફેરારી કાપી રહ્યો હતો. આ દરમિયાન તેણે ઘણી જગ્યાઓ પણ બદલી.

નરેન્દ્ર ઉર્ફે લાલા ફિરોઝાબાદના દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા હિમાયુપુરનો રહેવાસી છે. તે કોરોનાના સમયગાળા દરમિયાન પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેની સામે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં લૂંટ, હત્યાનો પ્રયાસ અને અન્ય કલમો હેઠળ 17 કેસ નોંધાયેલા છે. લાલા વિરુદ્ધ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં હિસ્ટ્રી શીટ ખોલવામાં આવી હતી, જેનો નંબર 164A હતો. લાલાને 17માંથી સાત કેસમાં દોષિત પણ ઠેરવવામાં આવ્યા હતા.

પોલીસ રેકોર્ડ મુજબ નરેન્દ્ર ઉર્ફે લાલાનો આખો પરિવાર ગુનેગાર છે. તેના ભાઈ જયહિંદનું પોલીસ સાથે ઘણા સમય પહેલા એન્કાઉન્ટર કર્યું હતું. તેણે બે પોલીસકર્મીઓને માર્યા હતા. તેની બહેન ર્વિજયા જેલમાં બંધ છે, તે પણ લૂંટમાં આરોપી હતી. નરેન્દ્ર ઉર્ફે લાલા પણ જેલમાં બંધ હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરી ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે તેના સાથીઓ સાથે મળીને આગ્રામાં મણપ્પુરમ ગોલ્ડ લોન કંપનીમાં લૂંટને અંજામ આપ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઘટના બાદ નરેન્દ્ર ઉર્ફે લાલા સીધો તેના ઘરે ભાગી ગયો હતો. ત્યાંથી તેની માતા રાજકુમારી અને ભાઈ અરુણને સાથે લઈ ગયા. ફિરોઝાબાદથી બસમાં ચડીને દિલ્હી ગયા. ઘટના બાદ પોલીસ ચેકિંગમાં પણ તે પકડાઈ શક્યો ન હતો. દિલ્હીમાં થોડા દિવસ રોકાયા બાદ તેઓ ટેક્સી દ્વારા ઓડિશા ગયા હતા. ત્યારે પણ પોલીસને તેનું લોકેશન મળી ગયું હતું. પોલીસ આવે તે પહેલા તેણે પોતાનું ઠેકાણું બદલી નાખ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો.

પોલીસે સર્વેલન્સની મદદથી 15 દિવસ પહેલા તેનું લોકેશન મેળવ્યું હતું. આ અંગે એક ટીમ મોકલવામાં આવી હતી. ત્યારે જોવામાં આવ્યું હતું કે, એ લાલા છે કે બીજું કોઈ. તેના પર SSP સુધીર કુમાર સિંહે એક વિશેષ ટીમ બનાવી. ટીમ બે દિવસથી પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં રહી હતી. શુક્રવારે લાલા તેની માતા અને ભાઈ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ તેને આગ્રા લાવીને વિગતવાર પૂછપરછ કરશે. તેની પાસેથી લૂંટાયેલું આખું સોનું પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. ઘટનાથી જોડાયેલા અન્ય આરોપીઓને પણ પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સીઓ હરિપર્વત એએસપી સત્ય નારાયણે જણાવ્યું કે ધરપકડ કરાયેલા બદમાશો પાસેથી કુલ 11.300 કિલો સોનું મળી આવ્યું છે. બાકીનું સાડા ચાર કિલો સોનું મુખ્ય સૂત્રધાર લાલા પાસે હતું. આ ઘટના બાદ, બે બદમાશો સાથેની અથડામણમાં મળેલું લગભગ 7.5 કિલો સોનું કોર્ટના આદેશ પર છોડવામાં આવ્યું હતું, જ્યારે સદર માલખાનામાં લગભગ ચાર કિલો સોનું રાખવામાં આવ્યું છે. અનેક આરોપીઓ પાસેથી અલગ-અલગ દાગીના મળી આવ્યા હતા. આ અંગે કોર્ટે પોલીસ સ્ટેશન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટમાંથી આદેશ મળ્યા બાદ તેને સોંપવામાં આવશે તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલું જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *