સુરત(Surat): શહેરમાં દશેરા (Dussehra)ના તહેવાર વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભટાર(Bhatar) વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-2 (Girdhar Estate-2)માં આવેલી લૂમ્સના કારખાના(Looms factories) અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારો ગમ્બ્જીર રીતે ઘાયલ થયા છે.
લોન્ડ્રીના કારખાનાની લિફ્ટ પટકાતાં આઠ કામદારો પડ્યા:
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે 8:30થી 9:00 આસપાસ સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં લિફ્ટ તૂટવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીં, લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામ કરી રહેલ આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો અને ત્રીજા માળેથી સીધી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી, જેને લઇ લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા:
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ઉપરથી લિફ્ટ તૂટી પડતા હાથ પગ તૂટી ગયા હતા. ચારેબાજુ ચીસાચીસ બુમાબૂમ થવા લાગી હતી. આ દુર્ઘટનામાં એક મજુરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય સાત મજુરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેથી અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈક ને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
સુરતના મેયર ઘટનાસ્થળની મુલાકાતે:
ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાનાં મેયર હેમાલીબેન બોઘાવાળાને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. લિફ્ટ જ્યાં તૂટી છે એ જગ્યાએ પહોંચી એનું નિરીક્ષણ કર્યું અને ત્યાંથી તેઓ સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને ખબરઅંતર પૂછવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
તમામને હેડ ઇનજરી અને મલ્ટીપલ ફ્રેક્ચર થયા:
ઘટનાને પગલે તમામની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જેમાંથી એકનું મોત થયું છે. બાકી તમામને હેડ ઈન્જરી અને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. ત્રણ કે ચાર વધુ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તમામની સારવાર ચાલી રહી છે. એક્સપ્રેસ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.