પોલીસની સરાહનીય કામગીરી… પ્રસુતિ દરમિયાન સગર્ભા મહિલાને સમયસર રક્તદાન કરી બે ના જીવ બચાવ્યા

સામાન્ય રીતે આપણી પોલીસ(Police) લોકોની સેવા કરવા માટે ચોવીસે કલાક તૈયાર જ રહેતી હોય છે. આજ સુધી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હાલ…

સામાન્ય રીતે આપણી પોલીસ(Police) લોકોની સેવા કરવા માટે ચોવીસે કલાક તૈયાર જ રહેતી હોય છે. આજ સુધી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હાલ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે.

મળતી માહિતી અનુસાર, એક પોલીસ કોન્સ્ટેબલે એક જરૂરિયાતમંદ મહિલાને સમયસર રક્તદાન કરીને મહિલાનો જીવ બચાવીને તેની માટે દેવદૂત સમાન બનીને માનવતા મહેકાવી છે. આ પોલીસકર્મી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પંથકના હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, ધ્રાંગધ્રામાં એક મહિલાને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી અને ત્યારે તેને બ્લડની જરૂર હતી. એવામાં પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ ફરજ પર હતા અને તેમને આ ઘટના વિષે જાણ થઇ હતી. તો તેઓ સીધા ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આ મહિલા માટે રક્તદાન કર્યું હતું. આ રીતે તેમણે મહિલાનો જીવ બચાવી માનવતા મહેકાવી હતી.

મહિલાનો જીવ બચી જતા પરિવાર પણ ખુશખુશાલ જોવા મળ્યો હતો. તેમજ પરિવરના લોકોએ આ પોલીસ કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો અને તેમની આ સેવાના આજે બધા જ લોકો વખાણ પણ કરી રહ્યા છે. આમ મહિલાની પણ બ્લડ મળતા સફર ડિલિવરી થઇ હતી અને તેથી જ હાલમાં માતા અને બાળક બંને પણ સુરક્ષિત છે. આ રીતે પોલીસે અનોખું કાર્ય કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *