બેફામ બન્યા લુખ્ખાતત્વો- ગાળો બોલવાની ના પાડી તો, નવ શખસે ધારીયા ધોકાથી કર્યો જીવલેણ હુમલો

રાજકોટ(ગુજરાત): રાજકોટમાં કેવડાવાડીમાં ઘર નજીક ગાળો બોલતા વ્યક્તિને ઠપકો આપવા બદલ 9 વ્યક્તિઓએ ધારીયા અને ધોકા વડે એડવોકેટ અને તેમના પરિવાર ઉપર હુમલો કરીને તમામને…

રાજકોટ(ગુજરાત): રાજકોટમાં કેવડાવાડીમાં ઘર નજીક ગાળો બોલતા વ્યક્તિને ઠપકો આપવા બદલ 9 વ્યક્તિઓએ ધારીયા અને ધોકા વડે એડવોકેટ અને તેમના પરિવાર ઉપર હુમલો કરીને તમામને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ મથકની બે ટીમ ઘટનાસ્થળે પહોંચીને 5 આરોપીઓની ધડપકડ કરીને તેમની પૂછપરછ શરુ કરી છે. તેમજ ઘાયલ 2 એડવોકેટ સહિત 8 વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, કેવડાવાડી શેરીમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશભાઈ બટુકભાઈ મૈયડે પોલીસ ફરિયાદમાં નીતિન મેવાડા, રાહુલ મેવાડા, મુનો મેવાડા, ચીકુડો મેવાડા, દિપો મેવાડા, બંટી લોહાણા, લાલો અને નીતિન મેવાડા વિરુધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુધ કલમ 325, 324, 323, 504, 143, 147, 148, 149 અને 114 હેઠળ ગુનો નોંધી 5 વ્યક્તિઓની અટકાયત કરી છે.

ફરિયાદમાં કલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, હું પરિવાર સાથે રહું છું અને મારા ભાઈ મનોજભાઈ સાથે વકીલાતનો વ્યવસાય કરું છુ. ગઈકાલે રાત્રિના 1 વાગ્યાની આસપાસ અમે અમારા ઘર નજીક હતા ત્યારે બંટી લોહાણા અને તેનો મિત્ર લાલો અમારા ઘર નજીક ગાળો બોલતા હતા અને મોટેથી બૂમ બરાડા પાડતા હતા. જેને કારણે તેને ઘરથી દુર જવા માટે કહ્યું હતું અને ગાળો બોલવાની ના પડી હતી.

થોડી સમય પછી બંટી તેના સાગરીતો સાથે અલગ અલગ બાઇકમાં ત્યાં આવી પહોચ્યો હતો. તેમાં આવેલો રાહુલ મેવાડા અને 9 વ્યક્તિ બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. મને નીતિને આવી ધારીયું માર્યું હતું. તેમજ મારા પરિવારના દિનેશભાઈ વાલજીભાઈ મૈયડને માથાના ભાગે ધારીયાનો ઘા માર્યો હતો અને મોહિત દિનેશભાઈ મૈયડને ધોકાના ઘા ઝીંકી હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ મારી માતાએ જીવુંબેનને બંટી, લાલો અને નીતિનના બે ભાઈઓએ ધોકા વડે હુમલો કરતા તેમને પગમાં ફ્રેક્ચર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *