કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સની હોટ સીટ પર બેસવા માટે આજે અનેક લોકો આતુર અને ઉત્સુખ હોય છે. આ શો બોલિવુડ સુપરસ્ટાર Amitabh Bachchan નો દ્વારા ચાલવામાં આવી રહ્યો છે. આજે આપને અમદાવાદના એક છોકરા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે Amitabh Bachchan ની સામે હોટ સીટ પર પહોચ્યો. આ બાળક માત્ર 9 વર્ષનો છે તેનું નામ આર્ય શાહ છે. તેમના પિતાનું નામ ગૌતમભાઈ શાહ અને માતાનું નામ નેહાબેન શાહ છે તેઓ અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે રહે છે.
આર્ય ધોરણ-4 માં ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમના પિતા નોકરી કરે છે અને તેમની માતા હાઉસવાઈફ છે. આર્યને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. અને વળી તે ભણવામાં પણ ખુબજ હોશિયાર. જયારે તેના માતા પિતાને વાતની જાણ થઇ કે તેમનો પુત્ર KBCમાં જવાની ઈચ્છા રાખે છે, ત્યારે તેના માતા પિતાએ પણ સાથ આપ્યો. સોની લીવ એપ્લિકેશનમાં સવાલનો જવાબ આપીને આર્યવ માટે KBCમાં જવાનો રસ્તો ખોલ્યો.
ત્યારબાદ તે મુંબઈ પહોચ્યો… મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્ય શાહ પાસ થયો. ત્યાર બાદ તેનું પર્સનલ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને ત્યાર બાદ તેનો KBC માં ઓફિશિયલ પ્રવેશ થયો. KBC સ્ટેજ પર પહોચ્યા બાદ 9 સ્પર્ધકો સાથે કોમ્પિટિશન હોય છે, અને એ જીત્ય બાદ Amitabh Bachchan સામે હોટ સીટ પર બેસવાનો મોકો પ્રાપ્ત થાય છે. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા પરંતુ ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આવડ્યો. પરંતુ સ્પીડ સારી હોવાથી હોટ સીટ સુધી પહોંચવામાં સફળતા મળી.
જયારે આર્ય ના નામની જાહેરાત થઇ ત્યારે તેના માતા પિતા ખુબજ ખુશ જોવા મળ્યા. ત્યારબાદ આર્યએ તમામ સવાલોના જવાબ આપીને 50 લાખના પ્રશ્ન સુધી પહોચ્યો. આર્યએ 1.20 લાખ, 12.50 લાખ અને 3.20 લાખના પ્રશ્ન માટે લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ 50 લાખના પ્રશ્ન પર શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો. હાલમાં જ આર્ય શાહનો એપિસોડ સોની ટીવી પર પબ્લિશ થયો.
આર્યના માતા-પિતા ખુબજ ખુશ છે. તેમના દીકરાની મહેનત ફળી તેથી. જયારે આર્ય કેબીસી માટેની તૈયારીઓ કરી રહ્યો હતો ત્યારે આર્યને ચિકનગુનિયા થયો હતો. છતાં 2 દિવસ હોસ્પિટલ માંથી તૈયારી કરી, છતાય આર્યને હિંમત ના હારી. ત્યાર બાદ પૂરતા કોન્ફિડન્સથી કેબીસીમાં રમવા પહોંચ્યો હતો. આર્ય 3 વર્ષથી વાંચે છે. એને તેના લેવલ પ્રમાણે તેને વાંચવાનું વધાર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.