અમદાવાદમાં જીજાની હવસની જાળમાં ફસાઈ સગીર સાળી, એક ભૂલે વારંવાર પીંખાઇ માસુમ

Banvi rape with minor sister-in-law, Ahmedabad: અમદાવાદ (Ahmedabad) માં સાળી અને બનેવીના સંબંધો વચ્ચે લાંચન લાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સગીર સાળી પોતાના જ…

Banvi rape with minor sister-in-law, Ahmedabad: અમદાવાદ (Ahmedabad) માં સાળી અને બનેવીના સંબંધો વચ્ચે લાંચન લાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સગીર સાળી પોતાના જ બનેવીની હવસની જાળમાં ફસાઈ હતી. અવારનવાર સાળીને અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બનેવીએ જ સગીર સાળી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હવસખોર જીજાને જેલ ભેગો કર્યો હતો.

અવારનવાર જીજાએ સગીર સાળી સાથે આચર્યું હેવાન ભર્યું કૃત્ય
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં જીજા અને સાળીના સંબંધોને લાંચન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સગીર સાળી તેના મિત્રો સાથે ફોન પર વાતચીત કરતી હોવાનો લાભ ઉઠાવી બનેવીએ પોતાની જ સાળી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી હતી. જીજાએ આ વાત તેના માતા પિતાને કરી દેવાની ધમકી આપી વિડીયો કોલ કરી યુવતીના અશ્લીલ ફોટો મેળવી લીધા હતા. ત્યારબાદ આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બનેવી ફેઝાનએ અવારનવાર સાળી સાથે સબંધ બાંધ્યો છે.

ફોટો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો નરાધન
સગીરા તેની બહેનના ઘરે જતી હતી ત્યારે બનેવી ઘરે મૂકવા જવાના બહાને તેને અલગ અલગ હોટલમાં લઈ જતો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. આટલું જ નહીં હવસખોર બનેવી અવારનવાર સગીરાને ફોન કરીને વાતચીત કરવાનો પ્રયાસ કરતો પરંતુ યુવતીએ તેના બધા જ નંબર બ્લોક કરી દીધા હતા, છતાં આરોપી અલગ અલગ નંબર પરથી ફોન કરીને સગીર સાળીને હેરાન કરતો હતો.

અસહ્ય ત્રાસથી કંટાળી પીડિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
પીડિત સગીરાએ જીજાના અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ સગીરાની ફરિયાદ સાંભળી હવસખોર જીજા ફરિયાદ નોંધ્યો હતો, અને કાયદેસરની કાર્યવાહી કરીને બનેવીને જેલમાં ધકેલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *