Rajkot Hospital News: રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં એક બાળકના હાથમાં માત્ર 7 ટાંકા આવતા પરિવાર પાસે રૂ. 1.60 લાખનું અતિશય બીલ (Rajkot Hospital News) બનાવવામાં આવ્યું. હોસ્પિટલના આ અતિરેક ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે. બાળકને સામાન્ય ઇજામાં માત્ર 7 ટાંકા લેવાનો ખર્ચ 1.60 લાખ રુપિયા કેવી રીતે થઇ શકે તેને લઇને અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.
એક ટાંકાનો ખર્ચ લગભગ 22,857 રૂપિયા?
બાળકને સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. માત્ર 7 ટાંકા લેવા છતાં, હોસ્પિટલ દ્વારા આખું બિલ 1.60 લાખ સુધી પહોચી ગયું છે. આ પ્રમાણે જો ગણતરી કરીએ, તો એક ટાંકાનો અંદાજિત ખર્ચ રૂ. 22,857 થાય છે,
જે સામાન્ય ઈલાજ માટે અતિશય ઉંચો છે. નવાઇની વાત તો એ છે કે ટાંકા લીધા બાદ પણ બાળકને વધુ કોઇ સારવાર આપવામાં આવી નથી. બાળકને એડમિટ પણ કરવામાં આવ્યો નથી, ત્યારે આટલા મસમોટા બિલને લઇને દર્દીના પરિવાર સાથે લોકોમાં પણ અચરજ જોવા મળી રહી છે.
વિમાની મિલીભગતનો આક્ષેપ
દર્દીના સ્વજનોના જણાવ્યા મુજબ, હોસ્પિટલ દ્વારા વિમાકંપની પાસેથી ક્લેમ પણ મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ સાથે, એક સર્જન માટેની વિઝિટ ફી રૂ. 61,120 દર્શાવવામાં આવી છે, જે આકસ્મિક ઈલાજ માટે અતિશય વધારે લાગી રહી છે. પરિવારજનોએ આ મામલે વિમાકંપની અને હોસ્પિટલ વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપો કર્યા છે.
લૂંટારુઓએ આ રીતે આપ્યો બિલનો હિસાબ
ડૉ. હાર્દિક ધમસાણીયાની ફી- 61,120, સર્જરી ચાર્જ- 21,400, ડૉ.ભાવિક ભુવા ચાર્જ- 11,000, એસો.કો.સર્જન ચાર્જ- 15,000, ઇમરજન્સી સર્જરી ચાર્જ- 3,210, ઇમરજન્સી સર્જન ચાર્જ- 9168, ઇમરજન્સી એનેસ્થેસીયા ફી- 1650, ઇમરજન્સી એસો.સર્જન ચાર્જ- 2250, ફાર્મસી ચાર્જ- 3044
કુલ બિલ- રૂ.1,60,910
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App