હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તારના ભેસ્તાન આવાસમાં 13 વર્ષીય કિશોરે 9 વર્ષીય બાળકની ફટકા મારીને હત્યા કરવામાં આવી હતી. અલાહાબાદનો વતની શ્રીલાલ યાદવ હાલમાં ભેસ્તાન સરસ્વતી આવાસમાં રહે છે.
શ્રીલાલનો એકનો એક 9 વર્ષીય દીકરા અંશુ વતનમાં કાકાની સાથે રહેતો હતો. અંશુ 25 દિવસ અગાઉ સુરત આવ્યો હતો. ગુરુવારની સવારમાં રમવા ગયા પછી પાછાં ન આવતાં તપાસ કરતાં 3 કલાક પછી ઘરેથી થોડા અંતરે દુર ઝાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં ખબર પડી કે, આવાસના 13 વર્ષના રાજેશ(નામ બદલી નાંખવામાં આવ્યું છે)એ અંશુની હત્યા કરી નાંખવામાં આવી છે. જ્યારે બાળક અંશુના વાળ તથા નાક ડુક્કર ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે.
ઘટના શું હતી?
શહેરમાં આવેલ ભેસ્તાન સરસ્વતી આવાસમાં 9 વર્ષીય બાળકની હત્યા કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાંની સાથે જ પાંડેસરા PI સહિતના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળ પર ધસી ગયા હતા. 3 કલાક પછી ઘરેથી થોડા અંતરે ઝાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા બાળકની હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે, જેમાં આવાસમાં રહેતા મિત્રોની સાથે રમત રમતમાં થયેલ ઝઘડામાં 13 વર્ષીય કિશોરે લાકડાના ફટકા મારીને બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું.
મૃતકે લાકડી મારતાં ઉશ્કેરાયેલ કિશોરે હત્યા કરી :
રાજેશે પોલીસને કહ્યું હતું કે, અંશુ તેના નાના ભાઈને ઘણીવાર માર મારતો હતો. આજે પણ મનીષને માર માર્યો હતો. જેથી તેણે અંશુને જણાવ્યું હતું કે, કેમ તેના ભાઈને મારે છે ત્યારે અંશુ રાજેશને લાકડી મારીને ઝાડીઓ બાજુ ભાગી ગયો હતો. અંશુ પડી જતાં રાજેશે તેના માથામાં લાકડાના ફટકા મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી તેનું મોત થયું હતું.
આ રીતે હત્યાનો ભેદ ઉકેલાયો :
પૂછપરછમાં પોલીસ દ્વારા રાજેશને એ ઇજા વિશે પૂછતાં તેને કબૂલાત કરવામાં આવી હતી. અંશુએ તેના નાના ભાઈને ગાળો આપીને માર મારતાં અંશુના માથામાં લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી છે. રાજેશ હજુ 13 વર્ષનો છે. તે ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છે જયારે તેને નાની બહેન અને નાનો ભાઈ છે.
પિતાએ મૃતકને ઘરેથી ન નીકળવા જણાવ્યું :
મૃતક અંશુ તથા તેના પિતાએ ગુરુવારની સવારે એકસાથે નાસ્તો કર્યો હતો ત્યારે પિતાએ અંશુને જણાવ્યું હતું કે, તું ઝઘડા બહુ કરે છે, ઘરની બહાર નીકળતો નહીં ત્યારે અંશુએ પિતાને જણાવ્યું હતું કે, તે બહાર નહીં નીકળે. તેના પિતા ગયાના થોડી જ મિનટોમાં અંશુ રમવા માટે ઘરેથી નીકળ્યો હતો.
વાળ અને નાક ડુક્કર ખાઈ ગયા :
ગત રોજ સવારમાં 10:30 વાગ્યાની આજુબાજુ રાજેશે અંશુને માર મારવામાં આવ્યો હતો. બપોરનાં 3 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. તેનું નાક ન હતું તથા માથામાં વાળ પણ ન હતા. તપાસમાં જાણ થઈ કે, ડુક્કર તેનું નાક તથા વાળ એમ બંને ખાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle