સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત

આજકાલ આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં જ બેડની ચાદરની કિનારી કાપી એનો ગાળિયો બનાવી પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં કોલેજ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજમાં બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 107માં નવસારીનો 19 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક દિલીપ પટેલ નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાર્દિક સાથે રહેતા રૂમમેટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તે પોતાના ઘરે ગયો હતો. જેથી રૂમમાં હાર્દિક એકલો જ હતો.

આ દરમિયાન સોમવારે બપોરે હાર્દિકે અગમ્ય કારણોસર તેના જ બેડની ચાદરની ત્રણ કિનારી કાતરથી કાપી એનો ગાળિયો બનાવી રૂમના પંખા લટકીને આપઘાત કરી લીધો હતો. જોકે, હાર્દિકનો બપોરના સમયે ક્લાસ હોવાથી તે નહીં આવતાં તેને ફોન કરતાં ફોન પણ રિસીવ કર્યો ન હતો જેથી બે વિદ્યાર્થીને તેના રૂમમાં જોવા મોકલ્યા હતા.

પરંતુ, તેનો રૂમ અંદરથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ તેની બારીમાંથી અંદર નજર કરતાં તે પંખા સાથે લટકતો જોવા મળતાં બંને ગભરાઈ ગયા હતા. તેમણે હોસ્ટેલ ઈન્ચાર્જને જાણ કરતાં એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તેનો ફોન કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, નર્સિંગ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહેતો હાર્દિક આજે સવારે તેની રૂમમાં સૂઈ રહ્યો હતો. ત્યારે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થી મિત્રએ તેને ક્લાસમાં જવા માટે ઉઠાડ્યો હતો. પરંતુ હાર્દિકે તેને બપોરે જવાનું કહેતાં તેનો મિત્ર ત્યાંથી જતો રહ્યો અને તે ફરી પાછો સૂઈ ગયો હતો. પરંતુ, ત્યારબાદ બપોરના સમયે તે ક્લાસમાં નહીં પહોંચતાં તેને રૂમમાં બોલાવવા જતાં તે પંખે લટકીને આપઘાત કરેલી હાલતમાં જોવા મળ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *