કોરોનાવાયરસ થી ખરાબ રીતે ઝઝૂમે રહેલ અમેરિકા સરકારે મદદ માટે લોકો ના ખાતામાં ૯૧ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના કરોડો લોકો ને આ પૈસા બુધવારથી મળવા લાગશે. આ મદદને યુનિવર્સલ income પેમેન્ટ કહેવામાં આવી રહ્યું છે.
૨૭ માર્ચે 2.2 ટ્રિલિયન ડોલર કોરોનાવાયરસ પ્રોત્સાહન પેકેજનું એલાન કર્યું હતું.તેમજ જે લોકોને ટેકનિકલ કારણો થી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા તેને સરકાર પોસ્ટ દ્વારા ચેક મોકલેલ છે. સરકાર એક નવી વેબસાઈટ પણ બનાવી શકે છે જ્યાં લોકો પોતાના બેંક એકાઉન્ટની ડીટેલ્સ આપી શકશે.
અમેરિકામાં બેરોજગારીની સંખ્યા એક કરોડ ૬૮ લાખ થઈ ચૂકી. કોરોનાવાયરસ નો અર્થતંત્ર પર ખરાબ અસર પડી રહ્યો છે. તેના કારણે આવનારા દિવસોમાં લોકોની નોકરીઓ પણ જઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને એક નવો કાયદો લાગુ કર્યો હતો. જેના અંતર્ગત જે વ્યક્તિ વર્ષમાં લગભગ ૫૭ લાખ રૂપિયાથી ઓછું કમાય છે તેમને 91411 રૂપિયા આપશે.
17 લાખથી વધારે અને ચૂપ 75 લાખથી ઓછી આવક ધરાવનાર લોકોને પણ થોડી રકમ સહાયતા રાશિ તરીકે મળશે. 75 લાખથી વધારે કમાણી કરનાર વ્યક્તિઓને પૈસા નહીં મળે.
નાગરિકોની સાથે સાથે અમેરિકામાં વસવાટ કરી રહેલ સ્થાનિક નિવાસીઓ ની મદદ પણ કરવામાં આવશે. પરંતુ વિઝા ઉપર રહેનાર લોકોને મદદ નહીં મળે.
nymag.comના રિપોર્ટ અનુસાર ટેક્સ ફાઊન્ડેશન નામની સંસ્થાને અનુમાન છે કે અમેરિકામાં ટેક્સ કરનાર ૩.૬ ટકા લોકો ને બારસો ડોલરથી કે તેનાથી ઓછી રકમ મળશે.જ્યારે અમેરિકાની સરકારમાં વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ શું કહેવું છે કે એક વાર ફક્ત 1290 ડોલર આપવા પર્યાપ્ત નહીં હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news