નાનકડા હાથીનો આ વિડીયો જોઈ તમારું દિલ ખુશ થઇ જશે- લાખો લોકોએ ખુબ વખાણ્યો

એક પ્રેગ્નેન્ટ હાથણીને અનાનસમાં વિસ્ફોટક ભરી ખવડાવવાની ઘટનાએ આખા દેશને હલાવીને રાખી દીધો છે. તેમજ કેરળમાં કુતરાના મોઢાને ટેપથી બાંધી મરવા માટે છોડી દેનારી હેવાનિયત ભરેલી તસવીરે પણ હલાવીને રાખી દીધા છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો કાર્યક્રમ આ વીડિયોમાં હાથણીએ એક બાળકને જન્મ આપ્યો અને તેના 20 મિનિટ બાદ તે પોતાની માતા સાથે નાચવા લાગ્યું.

જન્મ થતાંની સાથે જ ડાન્સ કરવા લાગ્યું હાથીનું બચ્ચું

સોશિયલ મીડિયા પર હાથી અને તેના એક બચ્ચા નો એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો જોવામાં એટલા માટે મજેદાર છે કારણ કે આ બચ્ચુ પોતાના જન્મના 20 મિનિટની અંદર ઊભા રહીને નાચવા લાગ્યું. આ વીડિયોમાં જોઇ શકાય છે કે હાથીનું બચ્ચું સરખી રીતે જમીન પર ઉભો નથી રહી શકતું પરંતુ તેમ છતાં તે કદમ તાલ સાથે ડાન્સ કરી રહ્યું છે.

ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર શેર કર્યો વિડિયો

જણાવી દઈએ કે આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું કે હાથીના બચ્ચાએ 20 મિનિટ પહેલા જન્મ લીધો છે અને જુઓ તે કઈ રીતે ડાન્સ કરતા પોતાના જન્મની ખુશી મનાવી રહ્યો છે. હવે આ પગ દ્વારા તેને કેટલી લાંબી મુસાફરી કરવાની રહેશે.

મળી ચૂક્યા છે હજારો લાઈક અને રિટવિટ

પોસ્ટ થયા બાદ આ વિડીયો અને લાખો લોકોએ જોયો. અત્યાર સુધી આ વીડિયોને ઘણી લાઈક મળી ચૂકી છે. હાલમાં જ તે કેરળમાં એક ગર્ભવતી હાથણીને વિસ્ફોટ ખવડાવી તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેનાબાદ થી આખા દેશમાં બબાલ મચેલી છે. એવામાં હાથની અને તેના બાળકનું આ વિડીયો શાંતિ પમાડે તેવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *