સાંબેલધાર વરસાદથી ગુજરાત થયું પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં ભારે વરસાદ -જાણો ક્યાં કેટલો વરસાદ?

Rain in last 24 hours in gujarat: રાજ્યમાં વરસાદી વાતાવરણની વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ પડ્યું હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને(Rain in last 24 hours in gujarat) પગલે જળાશયોમાં નવા નીર ની આવક પણ થઈ છે. તો સ્થાનિક નદીઓ ગાંડીતુર બનીને વહી હતી. આ ઉપરાંત વાવણી કરાયા બાદ ખેડૂતોના કાચા સોના જેવા પાક પર વરસાદ પડતા પાક પણ લહેરાઈ રહ્યા છે જેને લઇને ખેડૂતોના હૈયા હરખાયા હતા. વરસાદ અંગે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેશોદમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાહેર થવા પામ્યું છે.

મેંદરડામાં 3.5 ઈંચ, વાપીમાં સવા 3 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કેશોદમાં 5.5 ઇંચ, પલસાણામાં 4.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, મેંદરડામાં 4.5 ઈંચ, વાપીમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. તે જ રીતે વિસાવદરમાં સવા 3 ઈંચ, ગણદેવીમાં 3 ઈંચ, કપરાડામાં 2.5 ઈંચ, તિલકવાડામાં 2 ઈંચ, ધોરાજીમાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉમરપાડામાં સવા 2 ઈંચ, વંથલીમાં 4 ઈંચ, સુરતમાં 3 ઈંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ પાટણ-વેરાવળમાં 4 ઈંચ, ભેસાણમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ અને કોઝવે પર પાણી ફરી વળ્યા
કેશોદમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને લઈને આ પંથકના નદીનાળા અને ચેક ડેમો પણ છલકાઈ ઉઠ્યા હતા. તો ઉતાવળી, ટોલોળી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. વધુમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ અને કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તો અમુક ગામના કાચા રસ્તા પણ ધોવાયા જોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *