સુરતમાં ફેલાયો આ વિચિત્ર રોગ, ટૂંકાગાળામાં નોંધાઈ ગયા કોરોના કરતા વધુ કેસ

Eye epidemic in Surat: ચોમાસાની ઋતુ વચ્ચે હવે સુરતમાં એક અનોખો આંખનો રોગચાળો નીકળ્યો છે. વાત તો જાણે એમ છે કે, વરસાદી વાતાવરણમાં તાવ-માથું-શરદી-મેલેરિયા કે…

Eye epidemic in Surat: ચોમાસાની ઋતુ વચ્ચે હવે સુરતમાં એક અનોખો આંખનો રોગચાળો નીકળ્યો છે. વાત તો જાણે એમ છે કે, વરસાદી વાતાવરણમાં તાવ-માથું-શરદી-મેલેરિયા કે કોલેરા જેવા દર્દીઓની(Eye epidemic in Surat) સંખ્યામાં ખુબ વધારો થયો હોય છે. જોકે હવે સુરતમાં આંખનો રોગચાળો નીકળ્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેરની OPDમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ સુરતમાં પ્રતિ દિવસ 300 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

સુરતમાં હવે આંખના દર્દીઓનો સંખ્યામાં ખુબ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર સુરતમાં માત્ર 10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો નોંધાતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને બીજી બાજુ સુરતમાં બાળકોમાં ચેપનું પ્રમાણ પણ ખુબ વધુ છે. જેમાં શાળાઓમાં વર્ગદીઠ 5 થી 7 કેસ જોવા મળી રહ્યા છે. જોકે સારવારના ત્રણથી ચાર દિવસમાં રોગ મટી જાય છે પણ સાજા થવામાં દસથી બાર દિવસ જેટલો સમય પણ લાગે છે.

અને બીજી બાજુ હવે તબીબો આ મામલે વારંવાર સાબુથી અથવા સેનેટાઈઝરથી હાથ ધોવાની સલાહ પણ આપી રહ્યા છે. મહત્વનું છે કે, આંખમાં રોગચાળાથી દવાની ડિમાન્ડમાં પણ ખુબ વધારો થયો છે. આ રોગ સ્પર્શથી ફેલાવાની વધુ શક્યતા છે. જેને લઈ ચેપગ્રસ્ત લોકોએ ચશ્મા અને રૂમાલનો ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

તાજેતરમાં પણ વધ્યા હતા આંખના દર્દીઓ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજંક્ટિવાઇટિસના રોગમાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી 40% જેટલા દર્દીઓની આંખમાં ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે. સતત વધી રહેલા કંજંક્ટિવાઇટિસ બીમારીના કારણે ડોક્ટરો પણ સાવચેત રહેવા માટે જણાવી રહ્યાં છે. છેલ્લા અઠવાડિયાથી સુરત શહેરમાં કંજંક્ટિવાઇટિસ (આંખ આવવા)નો રોગ દેખાઈ રહ્યો છે.

આંખના રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના કહેવા અનુસાર શહેરમાં કંજંક્ટિવાઇટિસના કેસ 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કંજંક્ટિવાઇટિસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જોતા ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ડૉ.ઈશા પટેલે જણાવ્યું છે કે, ‘એડીનો વાઈરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ પણ થાય છે. બીજા વાયરસની તુલનામાં ‘એડીનો વાયરસ’ને કારણે થતું કંજંક્ટિવાઇટિસ વધારે ગંભીર હોય તેવું જણાવ્યું છે. એર બોર્ન ડ્રોપલેટ્સ એટલે કે ખાંસી કે છીંક ખાતી વખતે એ કફ સાથે હવામાં ફેંકાતા કણો અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો હોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા 90 ટકા લોકોને કંજંક્ટિવાઇટિસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. શહેરમાં કંજંક્ટિવાઇટિસનો ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

ખાસ ટ્રીટમેન્ટ વગર મળી શકે છે રાહતઃ ડોક્ટર
આંખ રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના જણાવ્યા મુજબ, પિંક આઈઝ તરીકે ઓળખાતી આ બીમારીમાં જો ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે. છતાં જો તકેદારી રાખવામાં આવે તો શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં જ તમને તેમાંથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *