93 વર્ષીય દાદીએ ‘લડકી આંખ મારે…’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, તમે જોયો કે નહીં- જુઓ વીડિયો

કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે આખો દેશ તણાવ અનુભવી રહ્યો છે. આવી સ્થિતિમાં, કોલકાતાની 93 વર્ષીય મહિલા (93 Year Old Granny) એ લોકોનો હસાવવા માટે ડાન્સ કર્યો છે. તેણે બોલિવૂડના સુપરહિટ ગીત ‘આંખ મારે …’ (Granny Dancing to Aankh Maarey) પર જબરદસ્ત ડાન્સ કર્યો. નજીકમાં ઊભેલા લોકોને પણ સીટી વગાડવા મજબુર થવું પડ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

ડાન્સનો એક વીડિયો તેના પૌત્રએ ફેસબુક પર શેર કર્યો હતો, જેમાં પ્રતિભાશાળી દાદી તેનો જન્મદિવસ ઉજવી રહી છે અને રણવીર સિંહ અને સારા અલી ખાનની 2018 ની ફિલ્મ સિમ્બા ના હિટ ગીત પર નૃત્ય કરી રહી છે. પરિવારે તેને ઉત્સાહિત કરી અને તેની સાથે ડાન્સ પણ કર્યો.

તેના પૌત્ર ગૌરવ સહાએ વીડિયો સાથે બર્થડેની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘મમ્મીનો 93 મો જન્મદિવસ.’ રંગબેરંગી ટોપી, ફુગ્ગાઓ અને વિશાળ ચોકલેટ કેક સાથે પાર્ટી પૂર્ણ થઈ છે. દાદીએ એક સુંદર સફેદ સાડી પહેરી હતી અને તેના પરિવારના સભ્યો સાથે ફોટોગ્રાફ્સ મૂક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *