દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે દેશમાં કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે બે ગામડાઓ એવા છે જેમને કોરોનાને હરાવવા મહત્વનો નિર્ણય લીધો છે તો ચાલો જાણીએ આ ગામડા વિશે…
મધ્યપ્રદેશમાં આવેલ 2 ગામડા દ્વારા કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યના શ્યોપુર જીલ્લામાં 2 ગામડાએ દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને જોતા પોતાની જાતે જ ગામને બંધ કરી નાખવાનો નિર્ણય લીધો છે.
આ બે ગામના લોકોએ કસમ ખાધી છે કે જયારે આખા ભારત દેશમાં કોરોનાનો ખાત્મો થશે ત્યારે જ ગામના લોકો ઘરમાંથી બહાર નીકળશે. આ બે ગામ મધ્ય પ્રદેશના શ્યોપુર જીલ્લામાં આવેલા છે. જે બે ગામના નામ દલારણા અને રામબડૌદા છે. આ ગામમાં રહેતા ગામવાસીઓ દ્વારા વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે પોતાના ગામની સરહદને સંપૂર્ણ રીતે સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગામવાસીઓએ કોરોનાની મહામારી સામે લડવાનો મહત્વનો પ્લાન બનાવી નાખ્યો છે.
આ બંને ગામના રહેવાસીઓએ ખુદને જ પોતાના ઘરોમાં બંધ કરી દીધા છે અને કસમ લીધી છે કે જયારે દેશમાં કોરોના સામાન્ય થશે ત્યારે જ ગામના રહેવાસીઓ બહાર નીકળશે. ગામડાના લોકોનું એવું કહેવું છે કે જો કોઈ ગામવાસીને કોઈ જરૂરી કામ અંગે બહાર નીકળવાનું થશે તો માસ્ક પહેરીને જ બહાર નીકળશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પણે પાલન કરશે.
બંને ગામના લોકોએ પોતાના ગામની ફરતે આવેલ સરહદોને સીલ કરી દીધી છે. આ ગામમાં ના તો કોઈ આવી શકશે ના તો કોઈ ગામની બહાર જઈ શકશે. ગામના રહેવાસીઓનું કહેવું છે કે અમારા ગામનો એક પણ વ્યક્તિ આ કોરોનાના ઘાતક વાયરસનો શિકાર ન બને એવું અમે ઈચ્છી રહ્યા છીએ. ગામવાસીઓએ જણાવ્યું છે કે ગામના તમામ લોકોએ પોતાના ઘરમાં બે મહિના ચાલે એટલું રાશન ભેગું કરી લીધું છે અને કહ્યું છે કે ગામમાં જ શાકભાજીની ખેતી કરવામાં આવે છે એટલે શાકભાજી માટે બહાર ગામ પણ જવું પડશે નહી.
સાથે સાથે ગામવાસીઓનું એવું પણ કહેવું છે કે શાકભાજીની તંગી સર્જાશે તો ગામડાના લોકો દાળ, છાસ, બેસન વગેરે જેવી ચીજોથી પેટ ભરી લેશું. ગામવાસીઓ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને કારણે આજુબાજુના વિસ્તારોમાં આ બંને ગામવાસીઓના ખુબ જ વખાણ થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.