પિતાને અગ્નિદાહ આપવાના જ હતા ત્યાં ઘરેથી એવા સમાચાર આવ્યા કે, ચારે તરફ છવાઈ ગયો દુઃખનો માહોલ- જાણો સમગ્ર ઘટના

કોરોના વાયરસના કપરા કાળમાં અકાળે મોતથી અનેક પરિવારમાં માતમનો માહોલ છે. કોઈએ માતા કોઈએ પિતા, કોઈએ ભાઈ તો કોઈએ મામા-મામી ગુમાવ્યા છે, તો કોઈએ પોતાની લાડકી બહેન ગુમાવી છે. આવી અણધારી અને ઓચિંતી વિદાયથી પરિવારજનોને આઘાત લાગે છે. માત્ર કોવિડને કારણે જ નહીં કુદરતી રીતે પણ એટલા મૃત્યુ થઈ રહ્યા છે. પણ ભાગ્યે જ કોઈ એવો કિસ્સો હશે જેમાં પતિ-પત્નીએ એકસાથે વિદાય લીધી હોય.

એક દિવસમાં દંપતિએ દુનિયાને કાયમી અલવિદા કહી દીધું હોય એવો ભાગ્યે જ કોઈ કેસ જોવા મળે છે. આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં હાટકેશ્વર વિસ્તારમાં રહેતા દંપતિએ એક જ દિવસે દેહત્યાગ કર્યો છે. સ્મશાનમાં પણ બંન્નેની સાથે ચિતા ગોઠવીને અંતિમવિધિ કરવામાં આવી હતી. પતિના મૃત્યુ બાદ પત્નીએ પરિવારજનોને કહ્યું હતું કે, હવે મારી પણ તૈયારીઓ કરો.

ત્યારબાદ 15 જ મિનિટમાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધ પતિની નનામી હજું સ્મશાને પહોંચી જ હતી ત્યાં તો પત્નીએ કાયમી અને વસમી વિદાય લીધી. એટલે કે, એક જ પરિવારમાંથી એક પછી એક એમ બે નનામી સ્માશને લઈ જવી પડી હતી. પતિ-પત્નીના દેહને આજુબાજુમાં મૂકીને એમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ વૃદ્ધ દંપતિએ સાથે જ જવાના કોલ પૂરા કર્યા હોય એ રીતે માત્ર 15 મિનિટના અંતરે બંન્નેએ અનંતની વાટ પકડી હતીં.

જાણવા મળ્યું છે કે, લક્ષ્મીકાંત વ્યાસ મૂળ કડી પાસેના નરસિંગપુરાના વતની હતા. તેઓ છેલ્લા 60 વર્ષથી વધુ સમયથી અમરાઈ વાડી વિસ્તારના વિવેકનગરમાં રહેતા હતા. કોર્પોરેશનની ગોમતીપુર સ્કૂલમાં હેડ માસ્તર તરીકે નિવૃત થયા બાદ લાઈફની બીજી ઈનિંગ્સ જીવી રહ્યા હતા.

આ સમયગાળામાં તેઓ કર્મકાંડનું કામ કરતા. મળતી માહિતી મુજબ, નિવૃત શિક્ષકે બપોરના 1 વાગ્યા આસપાસ છેલ્લા શ્વાસ લીધા. એમના પત્ની જયાબેને પણ પુત્રવધૂને કહ્યું મારી પણ અંતિમવિધિની તૈયારી કરો. જાણે વિધિના વિધાન સાચા પડ્યા હોય એમ પત્નીનું પણ નિધન થયું. એ સમયે પુત્ર પરેશ પિતાની ચિતાને સ્મશાને મૂકી અંતિમવિધિની તૈયારી કરી રહ્યો હતો. ત્યરબાદ માતાની નનામી સ્મશાન સુધી લાવવામાં આવી. બંન્નેને એકબીજાની બાજુમાં રાખી અંતિમવિધિ કરવામાં આવી. આ દરમિયાન ખોખરાના સ્મશાનમાં આંખ ભીની થાય એવું દ્રશ્ય સર્જાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *