ઓક્સિજનની અછત સર્જાતા બોટાદના આ ગામમાં લોકો સરકારી સ્કુલને કોવીડ સેન્ટરમાં ફેરવી કરી રહ્યા છે સેવા

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જયારે ગુજરાત રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ત્યારે ઘણા લોકો પોતાની ઇચ્છાશક્તિ પ્રમાણે સેવા કરી રહ્યા છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે. ત્યારે એક નાનકડા ગામમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. તો જાણીએ સમગ્ર અહેવાલ…

બોટાદ જીલ્લાના સરવા ગામના ગામવાસીઓ અને સરકારી કર્મચારીઓ ના સહયોગથી ગામમાં સરકારી સ્કુલમાં ઉભી કરવામાં આવ્યું કોવીડ સેન્ટર. આ કોવીડ હોસ્પીટલમાં 5 બેડની પણ સુવિધા પણ કરવામાં આવી છે. તેમની સાથે દર્દીઓને સરખી રીતે અને સારી રીતે સારવાર અને ઓક્સીજન પણ મળી રહે તે માટે ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બોટાદ જીલ્લામાં આવેલ સરવા ગામમાં આશરે 10 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળતા અને બીજા મોટા ભાગના દર્દીઓનું ઓક્સીજન લેવલ ઘટવાને કારણે આ ગામમાં વસતા લોકો અને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહેલા સરકારી કર્મચારીઓના આર્થિક સહાય કરીને આ સરવા ગામમાં 5 ઓક્સીજન બેડની ગામની સરકારી હાઇસ્કુલમાં સુવિધા કરવામાં આવી છે. જેમાં ઓક્સીજન લેવલ ઘટી જતા દર્દીઓને સારી રીતે પ્રાથમિક સારવાર મળી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં સરકારી અને ખાનગી હોસ્પીટલમાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાણી છે.

આ ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ને સારી રીતે સારવાર મળી રહે અને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓ હેરાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સરવા ગામમાં હાઇસ્કુલને હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. આ કોવીડ સેન્ટરમાં જે દર્દીઓનું ઓક્સીજન લેવલ ઘટતું હોય તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓને આ ગામના પી.એચ.સી. કેન્દ્રના કર્મચારીઓ અને ડોકટરો દ્વારા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. આ હોસ્પીટલમાં ઓક્સીજનના સીલીન્ડરની સુવિધા બોટાદ ભજાપના કાર્યાલયથી કરવામાં આવે છે. 22 એપ્રિલે શરૂ કરવામાં આવેલ આ કોવીડ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 14 જેટલા દર્દીઓને સારવાર લઈને ઘરે પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *