સુરતમાં બાઈક સવારને નડ્યો ભયંકર અકસ્માત, 30-40 ફૂટ ઢસડાતા થયું દર્દનાક મોત- જુઓ LIVE વિડીયો

આજકાલ જયારે સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક યુવાન પોતાની બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે એક ટ્રક સાથે અકસ્માત બાદ આ યુવાનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે નજીકના સીસીટીવી જોતા યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

હાલમાં યુવાનના મોત અંગે પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સતત અકસ્માતની ઘટના બની રહી છે, ત્યારે રસ્તા પર બેફામ ગતિએ દોડતી બાઇક અથવા ભારે વાહનોને કારણે અનેક વાર અકસ્માત થતા લોકો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી જ એક ઘટના સુરતના ભેસ્તાન ખાતે આજે બનવા પામી છે.

જાણવા મળ્યું છે કે, 18 વર્ષીય યુવાન રફીક રહીમ ગુલઝાર આજે પોતાની મોટર સાઈકલ પર જઈ રહ્યો હતો તે દરમિયાન ઘર નજીક આ યુવાનની કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે ટક્કર થઈ હતી. જેને લઈને તેને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માતને લઈને યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું.

આ અકસ્માત કોની સાથે થયો તે સ્થાનિક લોકો જોઈ શક્યા નહી હોવાને લઈને ઘટનાની જાણકારી સ્થાનિકે પોલીસને આપતા ડિંડોલી પોલીસ તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી હતી. ત્યારબાદ નજીકના CCTV ચેક કરતા આ યુવાનનો એક ટ્રક સાથે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ મામલે ગુનો દાખલ કરી આજાણ્યા ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે આ યુવાન પણ પોતાની મોટર સાઇકલ બેફામ ગતિએ ચલાવતો હશે તેવું જણાઈ રહ્યું છે. જાણવા મળ્યું છે કે, ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા સમયે ધ્યાન નહીં રાખતા આ અકસ્તામ સર્જાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું બાઈક લગભગ 30-40 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું. જ્યારે યુવાન ટક્કર થતાની સાથે ફંગોળાઈ ડિવાઈડરે ભટકાયો હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. ડિવાઈડર સાથે અથડાઈ જતા આ યુવકનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *