મહારાષ્ટ્રના અહમદનગરથી 60 કિમી દૂર નીજોધ ગામ છે. 21 વર્ષિય શ્રદ્ધા ધવન છેલ્લા 10 વર્ષથી અહીં ડેરી ફાર્મ ચલાવે છે. તે પોતે દૂધ કાઢે છે અને પોતાની બાઇક પર વેચવા જાય છે. આ ઉપરાંત તે ઘાસચારો કાપીને અને તેની સંભાળ રાખીને તેની ભેંસની દેખરેખ કરી રહી છે. માત્ર 5 ભેંસથી શરૂ કરેલો ધંધો હવે એટલો વિકસ્યો છે કે તેની પાસે હાલ 80થી વધુ ભેંસો છે. અને તેઓ દર મહિને તેમાંથી 6 લાખ રૂપિયા કમાઇ રહ્યા છે.
શ્રદ્ધાનો પરિવાર એક સામાન્ય પરિવાર છે. તેના પિતા ભેંસની ખરીદી અને વેચાણમાં કામ કરતા હતા. બાદમાં તેની તબિયત બગડવાનું શરૂ થયું. તેની અસર તેના ધંધા પર પડી. ધીરે ધીરે ભેંસની સંખ્યા ઓછી થવા લાગી. એક સમય હતો જ્યારે તેમની પાસે એક જ ભેંસ હતી. ત્યારે પણ તેના પિતા પરિવારની જવાબદારીઓ સારી રીતે સંભાળતા હતા.
શ્રદ્ધા કહે છે કે, જ્યારે તે 11-12 વર્ષની હતી ત્યારે મને લાગ્યું કે પિતાની મદદ કરવી જોઈએ. મેં મારા પિતા સાથે કામ શીખવાનું શરૂ કર્યું. મેળોમાં પણ તેમની સાથે જવા લાગી જ્યાંથી તેઓ ભેંસો ખરીદતા હતા. ધીમે ધીમે મને સમજ પાડવા લાગી. હું ભેંસની જાતિ સમજવા લાગી. ત્યારબાદ હું દૂધ કાઢવાનું પણ શીખી.
શ્રદ્ધા કહે છે કે, છોકરી તરીકે આ બધી બાબતો કરવી થોડી વિચિત્ર લાગી. મારી સાથેની છોકરીઓએ પણ ટિપ્પણી કરી, પરંતુ મને પરિવારની ચિંતા હતી. પિતા સક્ષમ ન હતા અને ભાઈ ખૂબ નાનો હતો. તેથી મેં નક્કી કર્યું કે હું આ કાર્યને આગળ લઈ જઈશ.
વર્ષ 2012-13માં શ્રદ્ધાને તેના પિતાએ દરેક જવાબદારી સોંપી હતી. આ પછી, શ્રદ્ધા તેના પિતાના ધંધામાંથી બહાર નીકળી ગઈ અને 4-5 ભેંસો સાથે ડેરીનું કામ શરૂ કર્યું. તે વહેલી સવારે ઉઠીને ભેંસને ખવડાવતી, પછી તેને દૂધ કાઢતી. આ પછી, કન્ટેનરમાં દૂધ ભર્યા બાદ લોકોને ઘરે-ઘરે વિતરણ કરવા જતી. ત્યરબાદ તે સ્કુલ જતી અને સ્કુલથી આવ્યા બાદ ફરીવાર તે કામ કરવા માંડતી.
શ્રદ્ધા કહે છે કે, 2013 સુધીમાં તેની પાસે લગભગ એક ડઝન ભેંસ હતી. અમારા ગ્રાહકો પણ વધ્યા અને દૂધનું ઉત્પાદન પણ વધી રહ્યું હતું. તેથી હવે મારે ડિલિવરી માટે બાઇકની જરૂર હતી. પછી મેં બાઇક ખરીદી, તેને ચલાવવાનું શીખ્યા બાદ ઘરે-ઘરે દૂધ પહોંચાડવાનું કામ શરૂ કર્યું.
શ્રદ્ધા કહે છે કે, શરૂઆતમાં આ કામ કરતી વખતે ભણવું મુશ્કેલ હતું, પરંતુ પછીથી મેં ટાઇમ મેનેજમેન્ટ શીખી લીધું. સવારે ભેંસોને ચારો ખવડાવી અને દૂધ બધાને પહોંચાડ્યા પછી તે શાળાએ ગઈ. પાછા ફર્યા પછી, તે થોડો આરામ કરતી અને પછી તેના કામે લાગી જતી. સાંજનું કામ પૂરું કર્યા પછી, તે પોતાનો અભ્યાસ કરતી. 2015માં, શ્રદ્ધાએ 10મુ પાસ કર્યું. હાલ શ્રદ્ધા ફિઝિક્સમાં માસ્ટર્સ કરી રહી છે. જ્યારે તેનો નાનો ભાઈ ડેરીનો કોર્સ કરી રહ્યો છે.
શ્રદ્ધા કહે છે કે જેમ જેમ કામ આગળ વધ્યું. હું ભેંસની સંખ્યામાં વધારો કરતી રહી. 2016માં અમારી પાસે લગભગ 45 ભેંસ હતી. અને દર મહિને અમે અઢીથી ત્રણ લાખનો ધંધો કરતા હતા. અમે કેટલાક ડેરીમેન સાથે જોડાણ કર્યું. ઘરોમાં દૂધનું વિતરણ કરવાને બદલે, અમે ડેરીવાળાઓને દૂધ આપવાનું શરૂ કર્યું. જેમાં નફો પણ થયો અને સમયની પણ બચત થઇ.
હાલમાં શ્રદ્ધા પાસે 80થી વધુ ભેંસ છે. દરરોજ 450 લિટર દૂધ ઉત્પન્ન થાય છે. તેઓએ ત્રણથી ચાર લોકોને કામે લગાવ્યા છે. દરરોજ 20 ભેંસોનું દૂધ તે એકલી કાઢે છે. હવે તેઓએ પોતાનો બે માળનો તબેલો બનાવ્યો છે. હવે તે બાઇકને બદલે બોલેરોમાં દૂધ પહોંચાડવા જાય છે.
શ્રાદ્ધ કહે છે કે, શરૂઆતમાં ભેંસની સંખ્યા ઓછી હતી, ત્યારે ઘાસચારોની કોઈ સમસ્યા નહોતી. અમે વિના મૂલ્યે ઘાસચારો મેળવતા હતા, પરંતુ જ્યારે તેમની સંખ્યામાં વધારો થવા લાગ્યો ત્યારે અમારે ઘાસચારો ખરીદવો પડ્યો. આનાથી આપણા વ્યવસાયને પણ અસર થવા લાગી. અમને લાગ્યું કે જો આપણે હવે આવી જ રહીશું તો આપણે લાંબા સમય સુધી આ ધંધો કરી શકીશું નહીં. આ પછી મેં જાતે જ મારા ભેંસ માટે ઘાસચારો ઉગાડવાનું નક્કી કર્યું. અને અમે અમારા ખેતરમાં પાક રોપ્યો.
ડેરી ફાર્મિંગની સાથે શ્રદ્ધા હવે બાયોફર્ટીલાઇઝર પણ તૈયાર કરી રહી છે. તે છેલ્લા ત્રણ મહિનાથી આ કામમાં વ્યસ્ત છે. આ માટે તેણે નિષ્ણાતો પાસેથી ટ્રેનિંગ પણ લીધી છે. આ સાથે, શ્રદ્ધા પોતે પણ ઘણા ખેડુતો અને મહિલાઓને તાલીમ આપવાનું કામ કરે છે. ગ્રામજનો શ્રદ્ધાના કાર્ય માટે ખુબ પ્રશંસા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.