પંજાબમાં પોલીસ બહાર નીકળતા લોકોને પકડી પકડીને દંડ ઉઘરાવવા કે ડંડા મારવાને બદલે કરે છે એવું કામ કે…

કોરોનાને કારણે દેશની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટે હાલમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

દેશમાં કોરોના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, પંજાબમાં પણ માર્ગદર્શિકા જાહેર કરીને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હરિયાણા બાદ પંજાબમાં પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં 15 મી મે સુધી મીની લોકડાઉન કરવામાં આવ્યું છે. જરૂરી દુકાનો જ ખુલી રહેશે. રાજ્યમાં બિનજરૂરી દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. કોવિડના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત, રાજ્યમાં કોઈને પણ કોરોના નેગેટિવ રિપોર્ટ વિના બહાર નીકળવા દેવામાં નથી આવતા. પંજાબ સરકાર દ્વારા નવા આદેશો જારી કરવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, હવાઈ, રેલવે અથવા માર્ગ દ્વારા પંજાબ આવતા લોકોને રાજ્યમાં કોરોના નેગેટિવ રિપોર્ટ અથવા રસીકરણના પ્રમાણપત્ર વિના પ્રવેશ મળશે નહી.

જેને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા રાજ્યની અંદર પ્રવેશ કરનાર લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, અમૃતસરમાં રસ્તાઓ ઉપર કોરોના નિયમોનું ઉલંઘન કરનાર લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એક પીલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે નાકાબંધી સાથે કોરોના ટેસ્ટ કરી રહ્યા છીએ. અમે RT-PCR ટેસ્ટ વગર રસ્તાઓ ઉપર ફરતા લોકોને પકડીને ટેસ્ટ કરી રહ્યા છીએ.”

ત્યારે બીજી તરફ, ગુજરાતમાં પણ કોરોના કહેર યથાવત છે એપ્રિલ મહિનામાં કોરોના બેકાબૂ બન્યો હતો ત્યારે સરકાર એવું કહેતી હતી કે, ટેસ્ટિંગ વધાર્યા છે એટલે વધુ કેસ આવે છે. પરંતુ ગુજરાતમાં બેડની ઘટ, ઓક્સિજનનો અભાવ, નવી 900 બેડની હોસ્પિટલ 4 દિવસમાં ફૂલ, એમ્બ્યુલન્સનીલાઈનો, સ્મશાનોમાં અગ્નિસંસ્કાર માટેનું પણ વેઇટીંગ લોકોને નજરે દેખાય છે. સરકાર હવે તો લોકોને છેતરવાનું બંધ કરો. એપ્રિલ મહિનામાં દૈનિક 15 હજાર નજીક કોરોનાથી લોકો સંક્રમિત થતા હતા અચાનક મે મહિનાની શરૂઆતમાં જ આંકડો ઘટીને 12 હજારની નજીક આવી ગયો.

ગુજરાતની જનતાને હાશકારો થયો કે, હવે રહ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. કોરોના કાબૂમાં આવી રહ્યો છે. એવા ખોટા વહેમમાં ના રહો. લોકો જાણે જ છે કે, આંકડાની માયાજાળમાં તમે માહેર છો. શા માટે આવી રીતે લોકોને છેતરો છો. હાલ દર 100 ટેસ્ટમાં 9થી વધુ લોકો પોઝીટીવ આવે છે. એ હિસાબે તમે 50 હજારથી વધુ ટેસ્ટ ઓછા કર્યા છે. આંકડો તમે જ ગણી લો સરકાર. કે કેટલા કેસ વધુ આવી શકે. ગુજરાતમાં કોરોનાના કેસ નહીં ટેસ્ટિંગના આંક ઘટી ગયા છે. લોકોને પણ હવે ખબર પડી ગઈ છે. જેણે હાલાકી ભોગવી છે તેને ખબર છે કે રાજ્યમાં શું સ્થિતિ છે.

ગુજરાતમાં પોઝીટીવીટી રેટ અંગે વાત કરવામાં આવે તો, હાલમાં રાજ્યમાં 9 ટકાથી પણ વધારે પોઝીટીવીટી રેટ નોંધાયો છે. 10 દિવસ પહેલા એટલે કે, 23 એપ્રિલે રાજ્યમાં 1.89 લાખ લોકોનું ટેસ્ટિંગ કરાયું ત્યારે 13804 લોકો પોઝીટીવ આવ્યા હતા. 24 એપ્રિલે 1.85 લાખ લોકોનું ટેસ્ટિંગ કરાયું ત્યારે 14 હજારથી વધુ લોકો સંક્રમિત થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, મે મહિનામાં ટેસ્ટિંગ ઘટાડી દેવાયું છે.

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, 1 મેના 1,50,771 લોકોનું ટેસ્ટિંગ કરાયું તેમાં 13487 લોકો પોઝીટીવ આવ્યા હતા. અને 2 મેના ટેસ્ટિંગની સંખ્યા 1,37,714 લોકોનું ટેસ્ટિંગ કરાતા 12978 લોકો સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં 1.90 લાખ લોકોનું ટેસ્ટિંગ થતું હતું તે ઘટાડીને કેમ 1.38 લાખ સુધી નીચું લાવી દેવાયું છે. ટેસ્ટિંગની સંખ્યા લગભગ 50 હજાર જેટલી ઓછી કરી દીધી છે. જેથી કોરોનાના કેસ ઓછા તો દેખાવાના એ તો સ્વાભાવિક છે.

સાહેબ હવે તો લોકો પણસમજી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં તથા લોકોને પડેલી હાલાકીથી પણ લોકો સમજી ગયા છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ઘટ્યા નથી. આતો આપની કાગળ પરની દેન છે. એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકી રહ્યાં છે. ત્યારે રૂપાણી સરકાર તમે તો કેન્દ્રના આદેશોને પણ ઘોળીને પી ગયા. 10 દિવસમાં 50 હજાર જેટલા દૈનિક ટેસ્ટ ઘટાડી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *