પતિ બારની મહિલાઓ સાથે સબંધ રાખતો અને પત્ની ઘરમાં જ બની નણંદોઈની હવસનો શિકાર- અમદાવાદની ચોંકવનારી ઘટના

હાલમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી પિયરમાં રિસાઇને બેઠેલી એક પરિણીત મહિલા દ્વારા નણંદોઈ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. પરિણીતાએ આક્ષેપ…

હાલમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી પિયરમાં રિસાઇને બેઠેલી એક પરિણીત મહિલા દ્વારા નણંદોઈ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ અન્ય સ્ત્રીઓ સાથે સબંધ રાખતો અને જ્યારે તે ઘરે એકલી હતી ત્યારે નણંદોઈએ તકનો લાભ લઇને તેની સાડી ખેંચીને છેડતી કરવાની કોશિષ કરી હતી. આ સિવાય દહેજના ભુખ્યા સસારીયાએ પણ તેની પાસેથી દસ લાખ રૂપિયા દહેજના માંગીને હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના રખીયાલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા દ્વારા પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં છેડતી તેમજ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલા છેલ્લા ધણા સમયથી તેના પિયરમાં રહે છે અને તેના લગ્ન વર્ષ 2015માં નડીયાદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. મહિલાને કોઇ સંતાન નહી થતા સાસુ, સસરા સહિતના લોકોને તેને મેણાટોણા માર્યા હતા, આ ઉપરાંત ઘર કામની બાબતે પણ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા.

ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યા છે કે, સાસુ-સસરા અને પતિ દહેજ પેટે તેની પાસેથી 10 લાખ રૂપિયા માંગતા હતા. દહેજના રૂપિયા નહી લાવતા તેને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સંસાર બગડે નહી તે માટે મહિલા આ ત્રાસ સહન કરતી હતી. આ ઉપરાંત થોડાક દિવસો પહેલા મહિલાના નણંદોઈની તેના પર નિયત બગડી હતી. મહિલા ઘરે એકલી હતી ત્યારે નણંદોઈ ઘરે આવ્યો હતો અને તેની સાડી ખેંચીને તેની સાથે બળજબરી કરી હતી. નણદોઈની આ હરકતો બાદ મહિલા તેના પિયર આવી ગઇ હતી.

પિયરમાં આવી છંતાય સાસરીનો ત્રાસ ઓછો નહી થતા છેવટે મહિલા દ્વારા પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ- સસરા, નણંદોઈ સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે મહિલાનો પતિ અન્ય સ્ત્રીઓ સાથે સબંધ રાખતો અને એક વાર કોઈ પેપર પર સહીઓ કરાવી લીધા બાદ જાણ થઈ કે તે પેપર્સ ડિવોર્સના પેપરો હતા. જેથી પતિએ ઠગાઈ કરી હોવાથી તે બાબતને લઈને પણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *