સુરતમાં કોરોનાગ્રસ્ત માતાએ બાળકને જન્મ આપ્યા બાદ ચાર કલાકમાં જ દુનિયાને કહી દીધું અલવિદા

અવાર-નવાર હ્રદયસ્પર્શી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. આ ઘટના વિષે જેણે પણ જોયું કે સાંભળ્યું તેમની આંખો ભરાઈ ગઈ હતી. હાલમાં એક એવી ઘટના બની છે જેમાં બાળકની આંખો પણ ખુલી ન હતી અને તેની માતાનું દૂધ પણ પીધુ નહોતું, તેણે આ દુનિયામાં આવતાની સાથે જ આટલી મોટી જવાબદારી નિભાવવી પડી હતી. તમામ ધાર્મિક વિધિઓ વચ્ચે માતાને ત્રણ દિવસના બાળકનો હાથ અડાડીને માતાને મુખાગ્નિ આપવામાં આવી હતી.

સુરત શહેરના માંગરોળ વિસ્તાર માં આવી ઘટના બનતા હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટરઓં ની પણ આંખો ભીંજાઈ ગઈ. 28 વર્ષની રૂચી પંચાલ કોરોના પોઝીટીવ હતી તેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેને સીઝર કરાયું હતું. તેમણે અધૂરા મહીને બાળક ને જન્મ આપી ને તે માં પોતેજ 4 કલાક બાદ મુત્યુ પામી હતી.

વધુ જાણકારી અનુસાર સુરત શહેર ના માંગરોળ વિસ્તાર ની મહિલા કોરોના પોઝિટિવ સગર્ભા અધૂરા માસે બાળકને જન્મ આપી 4 કલાક બાદ મૃત્યુ પામી હતી. પ્રસૃતિ પછી પણ તેને પોતાના બાળકનું મોઢું જોયા વગર દુનિયા ને અલવિદા કહી દેતાં હોસ્પિટલ ના તમામ સ્ટાફની આંખો ભીંજાઈ ગઈ હતી.

બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી તેને  ફેફસાંમાં તકલીફ હોવાથી તબીબો તેને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ના ડો.સુજીત ચૌધરીએ કહ્યુ હતું કે, ‘મેં આજ સુધી માં આવા અનેક કેસ જોયા છે પરંતુ આ બાળકની સ્થિતિ જોઇ આંખોમાં આંસુ આવી ગયા હતાં.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *