તૌક્તે વાવાઝોડું 18મીએ ગુજરાતમાંથી પસાર થવાની સંભવિત શકયતાઓ છે, જેને પગલે સુરતમાં રવિવારથી ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શકયતા છે. જેને પગલે સુરત જિલ્લાના ત્રણ તાલુકાના દરિયાકાંઠે આવેલા 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંર્થી પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ સાથે દરિયાકિનારે આવેલા ઝીંર્ગાના તળાવોમાં રહેતા 800 મજુરોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, જો વાવાઝોડું પોરબંદરથી પસાર થઇ ફંટાઇ જશે તો સુરતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે અને 30થી 40ની સ્પીડે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પાલિકા અને કલેક્ટર તંત્ર દ્વારા દરિયાકાંઠા નજીકના આભવા, ખજોદ, મગદલ્લા, ગવિયર-ભાઠા, ડુમસના વળવા ફળિયું, હળપતિવાર 1 અને 2, નૌસાત, હળપતિવાસ, પારસી શેરી, ભીમપોર, સુલતાનાબાદ સહિતના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ થવાની સંભાવના હોવાથી તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવાની સાથે જ સાવચેતીના પગલાં ભરવાના આદેશો કરવામાં આવ્યા હતા. જેના પગલે સુરત જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સુરત જિલ્લાના ત્રણ તાલુકા ચોયાર્સીના 8, ઓલપાડના 28 અને મજુરાના ચાર ગામો મળીને કુલ્લે 40 ગામો દરિયાકાંઠે આવ્યા હોવાથી તમામ ગામોને એલર્ટ કરી દેવાની સૂચના આપવામાં આવતા જ વહીવટીતંત્ર પણ દોડતું થઇ ગયું હતું.
40 ગામોને એલર્ટ કરવાની સાથે જ પાલિકા અને મામલતદાર, ઓફિસરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. આગામી 19મી મે સુધી માછીમારી કરવા દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત વાવાઝોડાની સંર્ભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને એક એનડીઆરએફની ટીમ ઓલપાડમાં આવી ગઇ છે. જો સ્થિતિ વિકટ બને અને સ્થળાંતર કરવાની જરૂર પડે તો 28 જેટલા લોકેશન પણ શોધી કાઢવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા દરિયા કિનારાના ડુમસ, આભવા, ખજાદ, જીઆવ, ગભેણી ગામોના લોકોને એલર્ટ કરી દેવાયા છે.
સાથે જ ડુમસ તેમજ શહેરમાં જેટલા પણ મોટા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે તે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારવામાં આવી રહ્યાં છે. કોરોનાની કામગીરીની સાથે સાથે પાલિકાની ટીમ દ્વારા હવે વાવાઝોડાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
વાવાઝોડાની સંભવિત અસરોને જોતા ફાયર વિભાગે 16 ટીમો રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત કરી છે. હોર્ડિંગ્સ પડવાના બનાવો, ઝાડ પડવાના બનાવો, નદી-દરિયામાં ફસાયેલી વ્યક્તિઓના કોલ વિગેરેની મદદ માટે ફાયર વિભાગની 16 ટીમ તૈયાર રાખવામાં આવી છે.
જેમાં એક ટીમમાં 6 જવાનોને રાખવામાં આવ્યાં છે. વાવાઝોડાના પગલે એલર્ટ થયેલા વહીવટીતંત્ર દરિયાકિનારે વસતા તમામ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ કરતા જ દરિયાકિનારે આવેલા તમામ ઝીંર્ગા તળાવોમાં રહેતા આશરે 800 મજુરોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જેમના પણ કાચા મકાનો હોય તેમને પણ તકેદારી રાખવાના આદેશો કરવામાં આવ્યા હતા. આ વાવાઝોડું રવિવારે જ મુંબઈમાંથી પસાર થાય તેવી આશંકા છે. આ કારણે બીએમસીએ કોવિડના સેંકડો દદીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. વાવાઝોડાની આશંકાને પગલે ગુજરાતમાં પણ હાઇ એલટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના 40 ગામ અને ઓલપાડ ક્ષેત્રના 28 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સવિર્સને પણ 17-18 મે માટે બંધ કરી દેવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પોરબંદરના 30 ગામોમાં એલટ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.