નસીબ જયારે સાથ આપે તો તમે રાતોરાત અબજોપતિ પણ બની શકાય છો. પરંતુ જો તમારી કિસ્મત ખરાબ હોય તો હાથમાં આવેલા પૈસા પણ જતા રહે છે. આવી કિસ્મત અમેરિકાના કેલિફોર્નિયાની એક મહિલાની છે. 26 મિલિયન ડોલરની લોટરી જીતી ગઈ હતી પરંતુ તેની ફક્ત એક ભૂલ તેને ભારે પડી ગઈ.
આ ઘટના અમેરિકાના કેલોફોર્નિયાના નોરવોકની છે. અહીં એક મહિલાએ લોટરી ટિકિટ ખરીદી હતી. નવેમ્બરમાં ખરીદેલી આ ટિકિટ પર 26 ડોલર મિલિયનનું ઈનામ લાગ્યું હતું. હાલમાં જ પૈસા લેવાની છેલ્લી તારીખ હતી. પરંતુ, કોઈ આ લોટરી પર દાવો કરવા પહોંચ્યું નહીં.
આ દરમિયાન મહિલાને પહેલા ખબર જ નહોતી પડી કે તે આ લોટરી જીતી ગઈ છે. જ્યારે તેને ખબર પડી તો તે ફટાફટ લોટરીના પૈસા લેવા પહોંચી ગઈ હતી. તેણે પોતાને લોટરી લાગી હોવાનો દાવો કર્યો પણ તેની પાસે ટિકિટ નહોતી. કારણ કે, ટીકીટ તો પેન્ટ સાથે ધોવાઈ જતાં ખરાબ થઈ ગઈ હતી. બન્યું એવું કે, મહિલાએ જે પેન્ટમાં ટીકીટ મૂકી હતી તે પેન્ટ લોન્ડ્રીમાં આપી દીધું હતું.
પેન્ટ ધોવાઈ જતા ટિકિટ ખરાબ થઈ ગઈ હતી. મહિલા બાદમાં ટિકિટ વગર સ્ટોર પર પહોંચી અને તેણે લોટરીના પૈસા માંગ્યા. સ્ટોરના કર્મચારીએ જણાવ્યું કે, મહિલાનું કહેવું હતું કે તેને ટિકિટ ખરીદી હતી અને તેનો નંબર પર નોંધ્યો હતો. ત્યારબાદ તે પેન્ટના ખિસ્સામાંથી ટિકિટ કાઢવાનું ભૂલી ગઈ અને તેણે થોડા દિવસ બાદ પેન્ટને લોન્ડ્રીમાં ધોવા માટે આપી દીધું, જેના લીધે ટિકિટ ખરાબ થઈ ગઈ હતી.
આ સમગ્ર બાબત કંપનીના મેનેજર સુધી પહોંચી. મેનેજરે કહ્યું કે, તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે દિવસે ટિકિટ વેચવામાં આવી રહી હતી, તે દિવસના CCTV ફૂટેજમાં મહિલા ટિકિટ ખરીદતી જોવા મળી રહી છે. જેકપોટવાળી આ ટિકિટ એ જ દિવસે વેચાઈ હતી. આ મહિલાએ ઘણી વખત ટીકીટ ખરીદી હતી જેથી સ્ટોરના કર્મચારીઓ પણ આ મહિલાને ઓળખતા હતા.
મહિલાના આ દાવા બાદ હવે લોટરી કંપની પણ મૂંઝવણમાં પડી છે. આ કેસમાં લોટરી કંપનીના અધિકારી કેથી જ્હોન્સને કહ્યું કે, તે મહિલાના દાવાને નકારી પણ નથી રહી અને હાલમાં તેનો સ્વીકાર પણ નથી કરી શકતી. હાલ કંપની દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
અધિકારીનું કહેવું છે કે, દાવેદારની પાસે પુરાવો હોવો જોઈએ. જેમ કે, લોટરીની ટિકિટનો ફોટોગ્રાફ અથવા સ્ટોર સંબંધિત ફૂટેજ વગેરે. આ મહિલાના પક્ષમાં કેટલાક પુરાવા હોવાથી તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે, વિજેતાને 190 કરોડ રૂપિયાની ઈનામની રકમ ક્યારે આપવામાં આવશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોઈનો પણ દાવો લોટરીની રકમ પર સાચો સાબિત નહીં થાય તો પૈસા કેલિફોર્નિયાની સ્કૂલને દાન કરી દેવામાં આવશે. જે સ્ટોર દ્વારા આ ટિકિટ વેચવામાં આવી હતી તેને પણ બોનસ મળી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.