અહિયાં લોકડાઉન પૂર્ણ થતા જ સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા અને… -જુઓ વિડીયો

રવિવારે મધ્યરાત્રિએ સ્પેનમાં 6 મહિનાના લોકડાઉનનો અંત આવ્યો હતો. અહીંના લોકો માસ્ક અને સામાજિક અંતરને ભૂલીને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ઉજવણી શરૂ કરી…

રવિવારે મધ્યરાત્રિએ સ્પેનમાં 6 મહિનાના લોકડાઉનનો અંત આવ્યો હતો. અહીંના લોકો માસ્ક અને સામાજિક અંતરને ભૂલીને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ઉજવણી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ એક નિષ્ણાતે ચેતવણી આપતા કહ્યું છે કે કોરોનાને હળવાશથી લેવો ભારે પડી શકે છે કારણ કે ફક્ત પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા, જેનો અર્થ એ નથી કે કોરોના ખતમ થઈ ગયો છે. હજી પણ ઘણા કોરોનાગ્રસ્ત લોકો છે જે કોરોના વાયરસ ફેલાવી શકે છે.

સ્પેનમાં રાત્રી કર્ફ્યું સહિત મોટાભાગના પ્રતિબંધો રવિવારની મધ્યરાત્રિએ પૂર્ણ થયા હતા. પરંતુ સ્પેનએ કોવીડ-19 વાયરસના સંક્રમણને પહોચી વળવા ઓક્ટોમ્બર મહિનાથી લાગેલા લોકડાઉનને હટાવ્યું હતું.

પ્રતિબંધ હટાવવાનો અર્થ એ થયો કે સ્પેનના રહેવાસીઓને હવે ઘણા મહિનાઓ પછી પ્રથમ વખત તેમના ઈચ્છિત વિસ્તારમાં મુસાફરી કરી શકશે અને મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. લોકોએ રસ્તા પર ઉતરીને ડાન્સ અને પાર્ટી કરી. તો કેટલાય લોકોએ જાહેરમાં રસ્તા પર ચુંબન કરીને ખુશી વ્યક્ત કરી.

મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્પેનની સ્થિતિ નિયંત્રણમાં છે. ઘણા સ્થળોએ રસીકરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે બાદ મોટાભાગના શહેરોને નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી હતી. મુક્તિ આપવાની સાથે જ લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા અને ભવ્ય ઉજવણી કરી.

આ ઉજવણીની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સ્પેનની રાજધાની મેડ્રિડમાં લોકો કલાકો સુધી માસ્ક વગર જ રસ્તા પર નાચતા રહ્યા. બાર્સિલોનામાં ઘણા લોકો લાંબા લોકડાઉનમાંથી મુક્તિ મળવાને લીધે  મધ્યરાત્રિએ  બીચ પર ફરવા પણ ગયા હતા.

સ્પેનના લોકો હવે એક બીજાના પ્રદેશોમાં મફત મુસાફરી કરી શકે છે. સ્થાનિક રેસ્ટોરેન્ટ અને બારને વ્યક્તિ દીઠ ચાર ટેબલની મર્યાદા સાથે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી છે. સ્પેન દેશના હવે માત્ર ચાર રાજ્યો જ કર્ફ્યુ હેઠળ છે. જેમાં બેલેરીક આઇલેન્ડ્સ, કેનેરી આઇલેન્ડ્સ, નવરા અને વેલેન્સિયાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *