સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલા કારખાનામાંથી શંકાસ્પદ હાલમાં મૂળ ભાવનગર જિલ્લાના રત્નકલાકારનો મૃતદેહ મળી આવ્યો છે. સુરત શહેર ના વરાછા વિસ્તારમાં માતાવાડી માં આવેલા એક કારખાનામાં હત્યા નો ખેલ ખેલાયો હતો. જેમાં કારખાનામાં જ રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરનાર એક યુવકની હત્યા અજાણ્યા શખ્સે કરી હતી. આ ધટના ના પગલે વરાછા સ્થાનિક પોલીસ અને અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ હત્યા દારૂ પિતા-પિતા કોઈ ઝગડા થયેલો હોવાથી કરવામાં આવી હતી. વધુ જાણકારી મુજબ આ વાત સામે આવી છે. પોલીસે આ ધટના કાર્યવાહી હાથ ધરી છે.
ધોળાદીવસે હત્યાના બનાવ તો સુરત શહેરમાં હવે સામાન્ય વાત બની ગઈ હોય તેમ એક પછી એક ગુનેગાર અત્યારે અંજામ આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ લોકો સામન્ય બાબતે એક બીજાની હત્યા કરી દેતા હોય છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ વરાછા વિસ્તારથી સામે આવ્યો છે.
પોલીસે દ્વારા મળેલી જાણકારી મુજબ, વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી એક કારખાનામાં કામ કરતા રત્નકલાકાર મૂળ વતની ભાવનગર ના ઉસડ ગામ ના નરેશ ઢાપા હતાં. જેઓ કારખાના રાત્રી દરમિયાન સુતા હતા તે દરમિયાન અજણાયા શખ્સે કોઈપણ કારણોસર યુવક ની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ધટનાની જાણ કારખાનાના માલિકને થતા તુરંત વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ઉચ્ચધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
હત્યા કોણે કરી અને શા માટે કરાઈ હતી?
આ હત્યા કરવાનું પાછળનું કારણ શું હતું? તે દિશામાં હાલ તો વરાછા પોલીસ આરોપી સુધી પહોંચવા માટે કડી મેળવી રહી છે, પણ જે રીતે માહિતી મળી રહી છે કે તે અનુસાર તો કારખાનામાં કેટલાક શખ્સ ભેગા મળીને દારૂ પી રહ્યા હતા. ત્યારે કોઈપણ કારણોસર ઝગડો થતા એક વ્યકિત આ વ્યક્તિની હત્યા કરી હતી. ત્યારબાદ બીજા મિત્રો ફરાર થઈ ગયા હતા. હાલમાં વરાછા પોલીસે પણ આ ધટના પર અંદર ખાને તપાસ શરૂ કરી કરણ કે દારૂની વાત સામે આવી રહી છે પોલીસ દારૂની વાત છુપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
આ ધટના અંગે સુરત પોલીસના ડીસીપી સજ્જણસિંહ પરમારે જણાવ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિ તળાજાના છે,અને તે વ્યક્તિ કારખાનામાં જ સુઈ જતા હતા. ડેડબોડી પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પેટ પર કાળા ચાઠાના નિશાન હતા, અને જમણા પગમાં ફ્રેક્ચર હતું એટલે આ ધટના હત્યાનો બનાવ લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.