વીડિયોમાં અધિકારી દેખાય છે તે છે છતીસગઢના સુરજપુર કલેકટર સુરજ કુમાર. તેઓ એક વ્યક્તિને થપ્પડ માર્યા પછી અને તેનો ફોન જમીન પર ફેંકી દેતા, પોલીસ અધિકારીઓને આ માણસને ફરીથી મારવાનો આદેશ કરતા જોઇ શકાય છે.
આ વિડીયો વાયુવેગે વાઈરલ થતા આ કલેકટરને ભાન થયું અને જાહેરમાં માફી માંગી, પણ કહેવાય છે કે કાનુન તમામ માટે સરખો હોય છે. આ વિડીયો વાઈરલ થતા જહ્યુમન રાઈટ્સ અંગે કામ કરતી સંસ્થા એ તાત્કાલિક FIR કરવાની માંગ કરી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રીએ તરત એક્શન મોડમાં આવીને આ કલેકટરને તાત્કાલિક પ્રભાવથી ફરજ મુક્ત કરી દેવાયા છે.
Filed complaint with @NCPCR_ seeking directions to Chhatisgarh State Police officials to register FIR against Mr. @RanbirSharmaIAS, Surajpur District Collector, Chhattisgarh under sections of Juvenile Justice Act, 2015 for assaulting a Minor Boy publicly along with his Police Men pic.twitter.com/Juv1ENAjSx
— Legal Rights Protection Forum (@lawinforce) May 23, 2021
બાદમાં, એક વીડિયો નિવેદનમાં, સૂરજપુર જિલ્લા કલેક્ટર રણબીર શર્માએ કહ્યું કે તેના આક્રોશનું કારણ એ હતું કે વાયરલ થયેલા વીડિયોમાં જે દેખાય છે તે યુવકે પોતે રસી લેવા માટે બહાર નીકળ્યો છે તેવું કહ્યું હતું પણ તેની પાસે કોઈ આધાર પુરાવા નહોતા. પછી તેણે કહ્યું કે તે તેની દાદીને મળવા જઈ રહ્યો છે. ત્યારે મેં તેને આકરા તાપમાં થપ્પડ મારી હતી.’ કલેકટરે માફી માંગતા કહ્યું કે તે તેના વર્તન માટે “નિષ્ઠાપૂર્વક માફી માંગે છે” અને તે વ્યક્તિનો અનાદર કરવાનો તેમનો ઇરાદો ક્યારેય નહોતો.
આ વિડીયોને પોસ્ટ કરીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સર સાગર લખે છે કે, છત્તીસગઢ ના સુરજપુર ના કલેક્ટર રણવીર શર્મા છે. યુપીએસસીમાં ઇતિહાસ ભૂગોળ કરંટ અફેયર ગોખીને પાસ થયેલા અને LBSNAA માં સરખી ટ્રેનિંગ નહિ લીધી હોય. યુવક ને લાફો મારીને ફોન તોડી નાખ્યો. કલેક્ટર ને સોશિયલ મીડિયાની તાકાત નહિ ખબર હોય, વિડીયો વાયરલ થયો ને સીએમ ભુપેન્દ્ર બઘેલ એ તાત્કાલિક અસરથી કલેક્ટર ને હટાવી દીધો. કલેક્ટરે માફી પણ માંગી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.