સાપ અને નોળિયો આવ્યા આમને-સામને, બંને વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ- જુઓ વિડીયો

સોશિયલ મીડીયા પર અવાનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો જોઇને આપણને આશ્વર્ય થતું હોય છે. જયારે કેટલાંક વિડીયો રમુજી હોય છે. આવાં…

સોશિયલ મીડીયા પર અવાનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો જોઇને આપણને આશ્વર્ય થતું હોય છે. જયારે કેટલાંક વિડીયો રમુજી હોય છે. આવાં જ એક વાયરલ વિડીયોને લઈ હાલમાં જાણકારી સામે આવી છે. કેટલાંક પ્રાણીઓની પરસ્પર દુશ્મની માનવીઓને પણ ચોંકાવી દેતી હોય છે.

સૌ કોઇ જાણે જ છે કે, સાપ તથા નોળિયા એકબીજાના કટ્ટર દુશ્મન નથી. એકબીજાને આમને-સામને જોઇને તેઓ એકબીજાના લોહીના ભૂખ્યા બની જાય છે. બંનેની વચ્ચે જોરદાર યુદ્ધ થતું હોય છે તેમજ તેઓ એકબીજાને બચવાનો મોકો નથી આપતું.

આપને જણાવી દઈએ કે, સાપ તથા નોળિયા ક્યારેય એક જ સ્થળે નથી રહેતા પણ ક્યારેક બંનેનો આમનો સામનો થઇ જ જાય છે. સોશિયલ સાઇટ ટ્વિટર પર સાપ તથા નોળિયોની ખતરનાક લડાઇનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ કોઇપણ વ્યક્તિના રૂંવાડા ઉભા થઇ જાય.

આમને સામને આવી ગયા સાપ અને નોળિયો:
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં સાપ તથા નોળિયાની જબરદસ્ત લડાઇ જોવા મળી રહી છે. 42 સેકેન્ડના આ વીડિયોમાં બંને પોતાનો ભરપૂર દમ દેખાડી રહ્યાં છે. ક્યારેક સાપ નોળિયાની બાજી ફંફાડા મારી રહ્યો છે તો ક્યારેક સાપ પર નોળિયો હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

ખૂની જંગમાં ચલાવ્યા પેંતરા:
નોળિયા તથા સાપની આ જંગમાં બંને એકબીજા પર ખુબ ભારે પડવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. બંને એકબીજા પર હુમલો કરવામાં પીછેહઠ કરવા માંગતા નથી ત્યારે સાપ ખુબ ઝડપથી ત્યાંથી નીકળી જવાનો પ્રયત્ન કરે છે. નોળિયો પણ તેનો પીછો કરે છે ત્યારે સાપ બિલમાં ઘુસી જાય છે. નોળિયો પણ બિલમાં ઘુસવાના પૂરતા પ્રયત્ન કરે છે પણ સફળ નથી થઇ શકતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *