ગુજરાતમાં અવાર-નવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે આજે રાજકોટ શહેરના સ્લમ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની માફક ઠેર ઠેર દેશીદારૂના હાટડાઓ બેરોકટોક ધમધમી રહ્યાં છે. દેશીદારૂના ધંધામાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે. દેશીદારૂની અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે અગાઉ દારૂના ધંધાર્થીઓને અન્ય કામધંધા કરવા માટે સહાય કરી મદદરૂપ પણ તંત્ર થયું હતું. તેમ છતાં દારૂના ધંધાર્થીઓ ગેરકાનૂની માર્ગ છોડી શકતા ન હોય પોલીસ સમયાંતરે શહેરના કુખ્યાત વિસ્તારોમાં દરોડા પાડી રોજિંદી કાર્યવાહી કરે છે. ત્યારે દેશીદારૂનું દૂષણ ડામવા શહેર પોલીસે રવિવારે મેગા ડ્રાઇવનું આયોજન કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરના 13 પોલીસ સ્ટેશનમાંથી 10 પોલીસ સ્ટેશનના સ્ટાફે પોતાના વિસ્તારમાં કુલ 50 દરોડા પાડી 28 મહિલા સહિત કુલ 373 લિટર દેશીદારૂના જથ્થા જપ્ત કર્યો છે. સૌથી વધુ 11 દરોડા આજી ડેમ પોલીસે, જ્યારે કુવાડવા અને ભક્તિનગર પોલીસે બે-બે દરોડા પાડ્યા હતા. રવિવારે પોલીસે હાથ ધરેલી મેગા ડ્રાઇવમાં બે સ્થળે દેશીદારૂની ધમધમતી ભઠ્ઠી પકડી પાડી હતી.
મળતી માહિતી અનુસાર, શહેરમાં ધમધમતા દેશીદારૂના અડ્ડાઓ સાથે-સાથે વિદેશી દારૂના ધંધાર્થીઓ પણ સક્રિય હોય ડ્રાઇવ દરમિયાન ભક્તિનગર પોલીસે કોઠારિયા રોડ, શાકમાર્કેટ પાસેથી યાદવનગરના જયરાજ ઉર્ફે જયલો ઉર્ફે સાબુ દોલુ રાઠોડને 180 એમ.એલના 25 પાઉચ સાથે, ગંજીવાડા-15માં રહેતી હંસા ભગવાનજી મજેઠિયાને વિદેશી દારૂની 4 બોટલ સાથે, ગોડાઉન રોડ, કલ્યાણ સોસાયટી-1માંથી હિરેન ફુલસીંગ જરિયાને 4 બોટલ સાથે પકડી પાડી પોલીસે કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં શહેરના કુબલિયાપરા મચ્છી ચોકમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રકાશ ઉર્ફે ટીલો મનસુખ કારેણા, રિયાઝ અસ્લમ કાફી, દેવલ ઉર્ફે દેવો મહેશ ચાવડાને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.10,230ની રોકડ કબજે કરી છે. જ્યારે જામનગર રોડ, બજરંગવાડીમાં જાહેરમાં વરલી ફીચરના આંકડા પર જુગાર રમાડતા રાજીવનગર-19ના મહેબૂબ હાજી મુલતાનીને રોકડા રૂ.3400 તેમજ જુગારના સાહિત્ય સાથે પકડી પાડી ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.