સુરતમાં ફરીએકવાર દુષ્કર્મની ઘટનાએ વેગ પકડ્યો છે. ત્યારે ગયા વર્ષે તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ સલાબતપુરામાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. નરાધમે એક ૧૪ વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે, આ દીકરીના માતા પિતા અવસાન પામ્યા હતા. આ યુવતી તેના મામા સાથે ત્યાં જ રહે છે. ત્યારે આ યુવતીના ઘર નજીક જ તેના માસા શૈલેષ મગનભાઈ રાઠોડ(ઉં:૪૫) રહેતા હતા.
પડોશમાં રહેતા પીડિતાના માસાએ જ આ યુવતીને પોતાની હવસનો વારંવાર ભોગ બનાવ્યો હતો. જયારે યુવતી ઘરમાં એકલી હોય ત્યારે શૈલેષ એકલતાનો લાભ લઈને યુવતીને ધાક ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. યુવતીએ તેનાથી એટલી ડરી ગઈ હતી કે, આ વાતની જાણ કોઈને પણ કરી નહોતી. ઘણીવાર બળજબરીથી દુષ્કર્મ આચરવાથી પીડિતા નાની ઉંમરે જ ગર્ભવતી થઇ હતી.
ધાક ધમકીના કારણે પીડિતાએ કોઈને પણ આ વાતની જાણ કરી નહોતી. પરંતુ પીડિતા લોકડાઉન દરમિયાન માર્ચ મહિનામાં તેના બહેનના ઘરે ગઈ હતી. તેની બેનને પીડિતાનું પેટ મોટું દેખાતા તે તરત જ તેણીને નવી સિવિલ હોસ્પીટલમાં શારીરિક તપાસ માટે લઇ ગઈ હતી. હોસ્પિટલમાં ડોકટરે પીડિતાને સાત મહિનાનું ગર્ભ છે તેવી જાણકારી આપી હતી. આ સમાચાર સાંભળતા જ પગ તળે જમીન સરકી ગઈ હતી.
જયારે આ અંગે યુવતીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે હિંમત કરીને તમામ બાબતો જણાવી ત્યારે તેના માસા શૈલેશભાઈના આ દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો. પીડિતાએ તેની સાથે થયેલા દરેક બનાવની જાણ કરતા પરિવાર જનો રોષે ભરાયા હતા. ત્યારબાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. હમણાં જ પીડિતાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. DNA રીપોર્ટમાં પણ સાફ સાફ જાણવામાં આવ્યું છે કે, તેમના બાયોલોજીકલ ફાધર આરોપી તેના માસા શૈલેશ રાઠોડ છે.
આજ રોજ આ કેસની કાર્યવાહી વર્ચ્યુઅલ રીતે પૂરી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આરોપીને કડકમાં કડક સજા સંભળાવવામાં આવી છે. આરોપી શૈલેશ રાઠોડને આજીવન જેલની સજા સાંભળવામાં આવી છે અને સાથે સાથે ૭૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે સાથે જ ભોગ બનનાર યુવતીને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.