ધોરાજી નજીક મધરાત્રે બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: લગ્નમાંથી પરત આવતા 3 યુવકોનું ઘટના સ્થળે જ મોત

રાજકોટથી એક અકસ્માતની દિલધડક ઘટના સામે આવી છે. રાજકોટના ધોરાજીમાં ગઈ મોડીરાતે એક ગંભીર આકસ્માત સર્જાયો હતો. જેમાં વંથલી તાલુકાના એક બાઈકમાં સવાર મુસ્તાકમિયા ઈબ્રાહીમમિયા મદારી સૈયદ (ઉ.વ 29) છે તે મજુરી કરતો હતો. તથા ફેજલ બસિરભાઈ રંગોનીયા (ઉ વ 22) તે પણ મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમજ સોહીલ મોહમ્મદ હનીફ મદારી સૈયદ (ઉંમર વર્ષ 16) તે અભ્યાસ કરે છે. વંથલી ગામના ત્રણ યુવકોને ધોરાજી થી જુનાગઢ રોડ પર આવેલ લવલી વે બ્રિજ પાસે આવતા અકસ્માત સર્જાયો હતો.

વધુ જાણકારી મુજબ સામે આવ્યું છે કે, ત્રણેય યુવકો જુનાગઢ જીલ્લાથી પોતાના વંથલી ગામે જઈ રહ્યા હતાં અને તે દરમિયાન મોડીરાતે લગભગ અઢીથી ત્રણ વાગ્યા સમય આસપાસ એક ટ્રક સામેથી આવી રહ્યો હતો. તે દરમ્યાન ટ્રક અને મોટર સાયકલ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને આ ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ધોરાજી પોલીસ ને આ બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી હતી અને ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (Postmortam) અર્થે ખસેડવામાં આવ્યા હતા. CCTV ફૂટેજ વધુ આગળ તપાસ ધોરાજી પોલીસ (Dhoraji Police) ચલાવી રહી છે અને અજાણ્યા ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ધટનાસ્થળે પહોચી ગઈ હતી અને આગળ ની કાર્યવાહી મુજબ આ ત્રણેય યુવકોના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. CCTV ફૂટેજ વધુ આગળ તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે અને અજાણ્યા ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *