પોલીસે પાર કરી હેવાનિયતની તમામ હદો: યુવાનને સામાન્ય વાતમાં પોલીસ સ્ટેશન લઇ ગયા અને એવી ક્રુરતા આચરી કે…

અવાર-નવાર પીલીસની દાદાગીરીના વિડીયો સામે આવતા રહે છે. ત્યારે આજરોજ યુપી પોલીસનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. હાલમાં કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા માસ્ક પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા ખાખીના પાવર ઉપર દાદાગીરી કરીને રૂપિયા ઉઘરાવતા હોવાનો અનેક વખત વિડીયો સામે આવ્યા છે.

યુપીમાં આવેલ બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનમાંથી આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, માસ્ક નહીં લગાવવાના આરોપમાં પોલીસે તેના પુત્રના હાથ અને પગમાં ખીલ્લા ઠોકી દીધા છે. આ અંગે ફરિયાદ કરવા તે પોલીસ સ્ટેશન ગઈ ત્યારે તેને FIR નોંધવાના બદલે માર મારવામાં આવ્યો હતો.

મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, માસ્ક ન પહેરવા બદલ ત્રણ પોલીસે તેના પુત્રને ઉપાડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યારે અમે ચોકી પર ગયા ત્યારે અમને માહિતી મળી કે, પુત્રને કોઈ અન્ય જગ્યા ઉપર મોકલ્યો છે. જ્યારે સંબંધીઓએ પુત્રની શોધ કરી ત્યારે તેઓ તેને ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા અને તેના હાથ અને પગમાં ખીલ્લા ઠોકી દીધા હતા. આ સાથે જ પોલીસે આ આરોપો અંગે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે.

મહિલાનો આરોપ છે કે, જ્યારે તે પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે તેનું કોઈએ સાંભળ્યું પણ નહીં. એટલું જ નહીં, તેણે મહિલા અને પીડિતાને જેલમાં મોકલવાની ધમકી આપવા લાગ્યા હતા. આનાથી પરેશાન પીડિતાની માતાએ સિનિયર પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો છે.

મહિલા જોગી નવાદાની રહેવાસી છે. પુત્રને પોલીસ દ્વારા આપવામાં આવેલ ત્રાસ બાદ મહિલાએ ન્યાયની વિનંતી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, માસ્ક વગર ઘરની બહાર બેઠેલા મારા દીકરાને લઈ ગયા અને તેના પગ અને પગ તેના હાથ અને પગમાં ખીલ્લા ઠોકી દીધા હતા. મહિલાએ ત્રણેય પોલીસ પર પુત્ર સાથે અમાનવીય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

SSP રોહિત સજવાનનું કહેવું છે કે, આ યુવાન પોલીસનો જુનો ગુનેગાર છે. તેના ઉપર અનેક ગંભીર ધારાઓમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે. તેમનું કહેવું છે કે, આ તમામ આરોપો ટાળવા માટે તે યુવક પોલીસ પર આવા આક્ષેપો કરી રહ્યો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકો દ્વારા પોલીસ ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *