વાહ રે ભાજપ વાહ!! સરકારી તિજોરી નીચવી નાખી સુરતના મેયરને બાંધી દીધો કરોડોનો આલીશાન મહેલ

કોરોનાની મહામારી વચ્ચે કેટલાય લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કરોડોના ખર્ચા કરીને સુરતના મેયર શું બતાવવા માંગતા હશે? જેને લીધે  હાલમાં સુરતની મહાનગર પાલિકા અને મેયર બંને વિવાદના વંટોળમાં ફસાયા છે. જ્યારે બીજી બાજુ મહાનગર પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઈ છે. ત્યારે પોતાની તિજોરી ભરવા માટે પ્લોટ વેચાણ માટે બહાર કાઢ્યા છે. જો કે આ આવક એકઠી થાય કે ન થાય પરંતુ મેયરને નવો બંગલો બની ગયો.

જયારે એક બાજુ જનતા પોતાના ખિસ્સામાંથી ટેક્ષ ભરી ભરી ને મરી રહી છે, પરંતુ જનતાને અપૂરતી સુવિધાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરતના મેયર પોતાના આલીશાન મહેલમાં ભવ્ય જીવન જીવતા હશે. 2017 માં જયારે આ બંગલો બનાવવાનું નકી કરવામાં આવ્યું હતું ત્યારે તેને લઈને એક વિવાદ સામે આવ્યો હતો, જો કે અત્યારે આ આલીશાન મહેલ બનીને તૈયાર થઇ ચુક્યો છે. જેને લઈને સુરત ભાજપના મેયર હેમાલીબેન બોઘાવાલા ચર્ચાનો વિષય બન્યા છે.

નોંધનીય બાબત એ છે કે, 2017 પછી સુરત મહાનગર પાલિકાની હાલત અત્યંત કફોડી થઇ જતા પ્લોટ વહેચવા માટે કાઢ્યા હતા. કારણ કે મહાનગર પાલિકાની તિજોરી સમાપ્ત થઇ ગઈ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ જો સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા બે દિવસ પહેલા જ આ આલીશાન બંગલામાં કુંભ ગઢ મુકીને આવ્યા હતા. જેના લીધે તેની સામે વિવાદ ઉભો થયો છે. એક બાજુ મનપાની તીજોરી ખાલી છે અને બીજી બાજુ ઉધના વિસ્તારમાં 8983 ચો.મીમાં, 5 કરોડના ખર્ચે આલીશાન મહેલ તૈયાર કરવામાં આવ્યો છે. જેને લીધે આ મુદ્દો હાલ ચર્ચાનો  વિષય બન્યો છે.

આ આલીશાન બંગલાને જોશો તો તમે જોતા જ રહી જશો. ત્યારે એક સવાલ ઉઠે કે મેયર પાછળ આટલા કરોડના ખર્ચા કરવાની જરૂર શું છે? આવા આલીશાન બંગલાઓ તો સરકારના મંત્રીઓ પાસે પણ નહી હોય. ત્યારે બીજી બાજુ કરોડોના ખર્ચા કરીને સુરતના મેયર શું બતાવવા માંગતા હશે..!!

સુરત મેયર હેમાલીબેન બોઘવાલાના આલીશાન બંગલામાં ઈન્ટીરીયર માટે સવા કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જયારે આ મહેલમાં સર્વન્ટ ક્વાર્ટરપ્રાઇવેટ ઝોનમાં લિવિંગ રૂમ, ફોર્મલ ડાઇનિંગ રૂમ, સિક્યુરિટી કેબિન પણ બનાવવામાં આવેલ છે. આ આલીશાન બંગલામાં શાંતિ મળી રહે તે માટે અલગથી એક મેડિટેશન રૂમ પણ બનાવામાં આવ્યો છે.

આ આલીશાન બંગલામાં પહેલા માળે 3 બેડરૂમ છે. જયારે એક માસ્ટર બેડરૂમની પણ સુવિધા છે. મેયરની સિક્યુરીટી માટે પાંચ જેટલા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. આલીશાન બંગલા પૈસા મેયરના ખિસ્સામાંથી નહિ પરંતુ જનતાના ટેક્ષના પૈસા જશે. જનતાએ ફક્ત નેતાઓના તમાશા જ જોયા કરવાના છે. જનતા ને સુવિધા મળે કે ન મળે એ તો બાજુ પર જ રહ્યું…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *