હાલ મહારાષ્ટ્ર અને થાણે જિલ્લામાંથી એક દર્દનાક અકસ્માતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં ગઈકાલે મોડી રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ઉલ્હાસનગરમાં 5 માળની બિલ્ડીંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં 7 લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, ઉલ્હાસનગરના સિદ્ધિ ઇમારતનો એક ભાગ અચાનક ધરાશયી થયો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી દોડધામ મચી હતી. બાતમી મળતાં જ થાણે મહાનગરપાલિક અને TDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ, બિલ્ડિંગનું નામ સાંઇ સિદ્ધી છે. પાંચમા માળનો સ્લેબ નીચે પડ્યો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની બિલ્ડિંગની છતને તોડતા નીચે આવી ગયો. દુર્ઘટના બની ત્યારે પાંચમા માળ અને પહેલાં માળે લોકો હાજર હતા. બાકીના માળ ખાલી હતા. આ બિલ્ડિંગમાં 29 પરિવાર રહેતા હતા.
જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે કાટમાળમાં દબાયેલા 7 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. આ દર્દનાક ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદે દ્વારા 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
હાલ, બિલ્ડીંગ કેવી રીતે પડી ગઇ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ દરમિયાન બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે. જાણવા મળ્યું છે કે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારી પણ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળ પર છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે.
મૃત લોકોની યાદી
1. દીપક બજોમલ ચાંદવાણી (ઉંમર 42 વર્ષ)
2. મોહિની બજોમલ ચાંદવાણી (ઉંમર 65 વર્ષ)
3. પુનીત બજોમલ ચાંદવાણી (ઉંમર 17 વર્ષ)
4. અમૃતા ઇનૂચંદ બજાજ (ઉંમર 54 વર્ષ)
5. લવલી બજાજ
6. દિનેશ બજોમલ ચાંદવાણી (ઉંમર 40 વર્ષ)
7. કૃષ્ણા ઇનૂચંદ બજાજ (ઉંમર 24 વર્ષ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.