કોરોનાની આ નવી લહેરમાં જોવા મળી રહ્યા છે કોરોનાના નવા લક્ષણો, જાણો જલ્દી…

દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે અને કેટલાય લોકો કોરોનાન ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે ત્યારે તેમના લક્ષણોમાં…

દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે અને કેટલાય લોકો કોરોનાન ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે ત્યારે તેમના લક્ષણોમાં પણ ફરક જોવા મળી રહ્યો છે. જેને લીધે ક્યારેક કેટલાક લોકો આ વાયરસના નવા લક્ષણોને ઓળખવાની ભૂલ કરી બેસે છે. તમને પણ જો અહિયાં આપવામાં આવેલ લક્ષણો જણાય તો જરૂર પડે તરત જ ટેસ્ટ કરવો અને સારવાર કરવો.

કોરોનાના સામાન્ય લક્ષણ:-
તાવ આવવો, ગળું ખરાબ થવું, શરદી થવી, શરીર અને સાંધામાં દુખાવો થવો, થાક લાગવો વગેરે..

કોરોનાના નવા લક્ષણો:-
ડાયરિયા થવું, પેટમાં દુખાવો થવો, શરીર તૂટવું, ઉલટી થવી, સ્ટોક અને હાર્ટ એટેક જેવા વગેરે લક્ષણો…

એમ્સના ડોક્ટર હુડ્ડાના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની પ્રથમ લહેરમાં તાવ અને શ્વાસની તકલીફની સાથે અન્ય લક્ષણના દર્દીઓ 5 થી 6 દિવસમાં સજા થઈ જતા હતા. જયારે કોરોના વાયરસની બીજી લહેરમાં દર્દીઓને 10 દિવસ સુધી તાવ રહેતો હતો. પરંતુ હવે આ વાયરસના લક્ષણોમાં ફરક આવ્યો છે. જેમાં આખો લાલ થવી એ પણ કોરોનાનું લક્ષણ છે. સામાન્ય રીતે લોકો આ લક્ષણને ઇન્ફેકશન માનીને તેમને નકારે છે.

નીતિ આયોગના એક સભ્ય વીકે પોલે જણાવતા કહ્યું છે કે,ફક્ત શરીર દુખવું અને માથું દુખવું એ પણ કોરોનાના લક્ષણમાં હોઈ શકે છે. આ લક્ષણો સામાન્ય છે પરંતુ આ આ લક્ષણો દેખાય તો તરત જ ડોકટરોની સલાહ લેવી નહિતર આગામી સમયમાં ગંભીર પરિણામ આવી શકે છે. તો આ લક્ષણોને અવગણો નહી અને જરૂરી સારવાર કરવી જરૂરી છે.

સ્વાદ અને સુગંધ ન આવવી:-
કોરોના વાયરસના સંક્રમણમાં સૌથી અલગ સુગંધ અને સ્વાદ ન આવવાનું માનવામાં આવે છે. જેને એનોસ્મિયા કહે છે. જે વ્યક્તિઓને સુગંધ અને સ્વાદ ન આવવાની તકલીફ છે જેને સાજા થવામાં 6 કે 7 અઠવાડિયાનો સમય લાગે છે.

ગળામાં તકલીફ થવી:-
ગળામાં ખરાશ થવી કે ગાળામાં સોજો આવવો કે ગળામાં બળતરા થવી જે પણ કોરોના વાયરસના સંકેત હોઈ શકે. કોરોનાના દર્દીમાં આ સામાન્ય લક્ષણ જોવા મળે છે. વિશ્વમાં 52 % લોકો કોરોનાના લક્ષણમાં ગળામાં ખરાશ અનુભવે છે જેની સાથે સામાન્ય બળતરા પણ થાય છે.

થાક અને નબળાઈ લાગવી:-
કોરોનાની આ બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વધારે પ્રમાણમાં થાક અને નબળાઈ લાગે છે. જે પ્રારંભિક સંકેત છે. તેને સામાન્ય ઇન્ફેકશન સમજીને ભૂલ ન કરશો.

ઠંડી લાગવી અને સાથે તાવ આવવો:-
વધારે પ્રમાણમાં ઠંડી લાગવાની સાથે તાવ આવવો એ પણ કોરોનાના સંક્રમણમાં આવ્યા હોય તેવું સૂચવે છે. કોરોના વાયરસની પહેલી લહેરમાં આ પ્રકારના લક્ષાન જોવા મળ્યા હતા. તેની સાથે શરીરમાં દર્દ થવું અને માંસપેશીમાં દર્દ થવું એ કોરોનાનું સામાન્ય લક્ષણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *